________________
“શ્રાજબૂસ્વામી નામના ચરમ કેવલીની કથા. (૭) રીતે વિચાર કરતા હતા એટલામાં રાજા કૈમુદી મહોત્સવ કરી પાછા આવ્યા, તેથી અંતઃપુરરક્ષકોએ તેને જણાવ્યું કે અંત:પુરમાં કઈ પુરૂષ હોય, એમ અમને વિહેમ છે. ” પછી રાજા જેડાને કાઢી નાખી ચેરની પેઠે ધીમે ધીમે તુરત અંતઃપુર તરફ જવા લાગ્યો. અંત:પુરના બારણામાં ઉભેલી દાસીએ રાજાને આવતા જોઈ ભયબ્રાંત થઈ દૂરથી રાણીને તરત તે ખબર આપ્યા. પછી પાણી અને દાસી બને એ એકઠા થઈ લલિતાંગ કુમારને ઉપાડી ઉપરના માળેથી (બારીમાંથી ) ઘરના પંજાની પેઠે ઝટ બહાર ફેંકી દીધું. લલિતાંગ કુમાર મહેલના પાછલા ભાગે આવેલ માટી ખાડીમાં પડયે, ત્યાં તે ગુફામાં પડેલા ઘુવડ પક્ષીની પેઠે રહેવા લાગ્યા. અત્યંત દુર્ગધથી પૂર્ણ, નરકના સરખી તે અપવિત્ર ખાડીમાં પોતાના પૂર્વ સુખને સ્મરણ કરતે છતે રહ્યો. ત્યાં તે એમ વિચારવા લાગ્યું કે “જે હું કઈ ઉપાય વડે આ ખાડીમાંથી બહાર નિકલું, તે પછી આવા દુ:ખ આપનારા ભેગોથી હારે સર્યું. ”રાણી અને દાસી તેના ઉપર દયા લાવી હંમેશાં તે ખાડીમાં પોતાનું ઉચ્છિષ્ટ ભજન ફેંકી દેતી. તે ઉપર તે પિતાની આજીવિકા કરતે.
પછી વર્ષાઋતુ આવી તેથી ઘરના મૂત્રમય જલથી તે ખાડો પાપથી પાપી પુરૂષની પેઠે ભરાઈ ગયો. છેવટ જલના વેગે શબની પેઠે તેને ઘસડીને કિલ્લાની હારની હેટી ખાઈમાં નાખે. ત્યાં જલના પૂરે તેને તુંબડાની પેઠે ઉંચે ઉછાલી ખાઈના કાંઠે કાઢી નાખે. જેથી જલવડે પીડા પામીને તે મૂચ્છ પામ્યો. દેવગે ત્યાં કુલદેવીની પેઠે વેગથી આવી ચડેલી તેની ધાવમાતાએ તેને દીઠા. એટલે તે તેને ગુપ્ત રીતે ઘેર તેડી ગઈ. ત્યાં તેના માતા પિતાએ અભંગ, સ્નાન, પાન અને ભેજનાદિથી પાલન કરે છે, કાપી નાખ્યા પછી ફરી નવપલ્લવ થએલી વૃક્ષ શાખાની પેઠે સારે થયે.
આ કથાને સાર એ જાણુ કે લલિતાંગ કુમાર તે જીવ કે જે કામગને વિષે લંપટ થઈ રહ્યો છે. લલિતા સમાન વિષયનું ભેગસુખ જાણવું, કે જે ફક્ત આરંભમાં જરા મીઠું અંતે તે અત્યંત દુઃખદાયી છે. ગર્ભ, ખાડા રૂપ છે, તેમાં રહેલા જીવને માતા ભક્ષણ કરેલા પદાર્થથી પોષણ કરે છે. આ ઉચ્છિષ્ટ ભોજનના આહાર તુલ્ય જાણવું. જલના ભરાવા વડે કૂવાથી ખાળ માગે નિકળવું કહ્યું, તે પુદ્ગલથી ભરાયેલા ગર્ભથી નિને રસ્તે થઈ નિકલવા જેવું જાણવું. કિલ્લાની બહાર રહેલી ખાઈમાં પડવું કહ્યું, તે ગર્ભવાસથી નીકળી સૂતિકાના ઘરમાં પડવા જેવું સમજવું. પાણીથી ભરપૂર એવી ખાઈના તીરે મૂછ આવવાનું કહ્યું, તે જરાયુ અને રૂધિરમય મેનિના કેશથી બહાર આવેલા જીવને મૂછો સમાન જાણવું. દેહ ઉપર ઉપકાર કરનારી જે પ્રિય ધાવમાતા કહી, તે કર્મ રૂપ પરિણામની સંતતી જાણવી.