________________
(૩૩૦).
શ્રીઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. સ્વાદમાં લુબ્ધ થઈ અન્ય જન્મના એક હિતકારી ધર્મની કયારે પણ ઉપેક્ષા કરીશ નહીં. ”
પછી જયશ્રીએ કહ્યું. “ચાતુર્યના ભંડાર રૂપ હે પ્રાણપ્રિય! તમે નાગશ્રીની પેઠે અસત્ય કથાઓ વડે અમને મેહ પમાડે છે, સાંભલે તે નાગશ્રીની કથાઃ
રમણીય નામના નગરમાં કથાપ્રિય નામે રાજા હતો. તે હંમેશા વારા પ્રમાણે નગરવાસી લોકો પાસે કથા કહેવરાવતો. તે નગરમાં એક દારિદ્રથી બહુ દુ:ખી
એવો બ્રાહ્મણ રહેતો હતો. તે આખો દિવસ નગરમાં ભટકી ભટકીને કણવૃત્તિવડે પિતાની આજીવિકા કરતો હતો.
એકદા તે વિપ્રને કથા કહેવાને વારે આવ્યો. તેને કથા કહેતાં આવડતી નહોતી તેથી તે વિચાર કરવા લાગ્યો કે “જે હું રાજાને એમ કહીશ કે મને કથા કહેતાં આવડતી નથી, તે રાજા મને કેદખાનામાં નાખશે. એમ થાય તે પછી
હારી શી ગતિ થશે?” તે બ્રાહ્મણને એક કુમારિકા પુત્રી હતી, તે પિતાના પિતાને આવા ચિંતાતુર જોઈ પૂછવા લાગી. “હે તાત ! આપને શી ચિંતા છે?” પિતાએ પિતાની ચિંતાનું કારણું કહ્યું, એટલે પુત્રીએ ફરી કહ્યું કે “ આપ ચિંતા ન કરે, તમારા વારાને દિવસ હું કથા કહેવા જઈશ.” પછી સ્નાન કરી, ત વસ્ત્ર પહેરી રાજાની પાસે જઈ, આશિષ આપી તે કુમારીકાએ કહ્યું. હે ગૃપ ! કથા સાંભળો.” તેના આવા નિક્ષેપણથી અતિ વિસ્મય પામેલો રાજા પણ જેમ મૃગ ઉંચા કાન કરીને ગીત સાંભળવા માટે ઉત્સાહવંત થાય, તેમ કથા સાંભળવા ઉત્સાહવંત થયો. કુમારીકાએ કથા કહેવી શરૂ કરી.
આ નગરમાં ફકત ભિક્ષાવૃત્તિ ઉપર પોતાની આજીવિકા ચલાવનારે નાગશર્મા નામે અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. તેને સમશ્રી નામે સ્ત્રી છે. તેમની હું પુત્રી છું. હારું નામ નાગશ્રી છે. હું જ્યારે અનુક્રમે વનાવસ્થા પામી ત્યારે મહારા પિતાએ હર્ષથી મને વટ્ટ નામના દ્વિજપુત્રને આપી. સ્ત્રીઓને નવ સંપત્તિને યેગ્ય એવો વર મળે છે. પછી કાંઈ પણ વિવાહના કાર્ય નિમિત્તે મહારા માતા પિતા મને એકલી ઘેર મૂકી બીજે ગામ ગયા. જે દિવસે હારા માતા પિતા ગામ ગયા તેજ દિવસે વિપ્રપુત્ર વટ્ટ હારા ઘરને વિષે આવ્યો. જો કે હારા માતા પિતા ઘરે નહોતા તેપણ મેં અમારી સંપત્તિ પ્રમાણે સ્નાન, ભેજન વિગેરેથી તેનું ઔચિત્ય કર્યું. રાત્રીએ તેને સૂવા માટે એક ખાટલે કે જે અમારું સર્વસ્વ હતું તે મેં તેને ભતિથી આપ્યો. પછી મેં વિચાર કર્યો કે “મેં તેને ખાટલો તે આપે પણ આ ઘર તે સપના દરવાળું છે, તો હું તેના ઉપર કેવી રીતે સૂઈ શકીશ?” આમ વિચારી રાત્રી એ ભૂમિ ઉપર સૂવાથી ભય પામેલી હું તેના ખાટલા ઉપર સૂતી, તે વખતે ગાઢ અંધકારમાં મને કોઈ જોઈ શકતું નહોતું. હું તો ચિત્તના નિર્વિકારપણે સૂતી હતીએવામાં મ્હારા અંગના સ્પર્શથી તે કામાતુર થયે, તેણે ક્ષોભ અને