________________
( કર૮). - શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. ઉપરથી તું મૂર્ખ હોય એમ દેખાય છે કારણ તું પોતાના બોલવા પ્રમાણે કરતું નથી.
(કમલવતી જંબૂકુમારને કહે છે કે, આપ આ પ્રત્યક્ષ મળેલા આ લોક સંબંધી સુખને ત્યજી દઈ અદઈ સુખની ઇચ્છાથી તપ કરવાની ઈચ્છા કરે છે તેથી તમે “મા સાહસ” પક્ષીની ઉપમાને લાયક છે.”
- જંબૂકમારે હસીને કહ્યું. “હું તમારી વાણીથી મેહ નહિ પામું, તેમજ સ્વાર્થથી ભ્રષ્ટ નહિ થઉ. કારણ હું ત્રણ મિત્રેની કથા જાણું છું. સાંભળ તે ત્રણ મિત્રની કથા:
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જિતશત્રુ રાજાને સર્વ પ્રકારના અધિકાર બજાવનારે સોમદત્ત નામે પુરોહિત હતું. તેને એક સહમિત્ર નામનો અતિપ્રિય મિત્ર હતા, તે ખાનપાન વિગેરે સર્વ કાર્યમાં તેની સાથે રહેતો. પુરોહિતને બીજો પર્વ નામને મિત્ર હતો, તે તેનું પર્વ દિવસમાં જ સન્માન કરતો, બીજે વખતે નહીં. ત્રીજે પ્રણામ નામે મિત્ર હતું તે તે જ્યારે તેને મળે ત્યારે ફકત વાતચિતથી જ સન્માન કરે.
એકદા પુરોહિતને કાંઈ અપરાધ આવ્યો, ત્યારે રાજા તેને પકડી મંગાવવાની ઈછા કરવા લાગ્યું. આ વાતની પુહિતને ખબર પડી તેથી તે તુરત રાત્રીએ પિતાના સહમિત્રને ઘેર ગયો અને કહેવા લાગ્યું. આજે રાજા મહારા ઉપર કપા. યમાન થયા છે, તેથી હું હારી માઠી અવસ્થા હારા ઘરમાં ગુપ્તપણે રહીને નિર્ગમન કરવા ઈચ્છા કરૂં છું. હે શુભ ! આપત્તિકાળેજ મિત્રની ખબર પડે છે, માટે તું મને પિતાના ઘરમાં સંતાડી રાખી મૈત્રીને કૃતાર્થ કર.” સહમિત્રે કહ્યું. “હમશું આપણે મૈત્રી નથી. આપણી મિત્રાઈ ત્યાં સુધી સમજવી કે જ્યાં સુધી રાજાને ભય નથી. રાજાને અપરાધી થઈ તું મહારા ઘરને વિષે રહે તે મને પણ દુ:ખ થાય, એ કણ હોય કે બળતી ઉનવાળા ઘેટાને પોતાના ઘરમાં રાખે? હું હારા એકલાને માટે હારા આત્માને અને સઘળા કુટુંબને આપત્તિમાં નહિં નાખું. હારૂં કલ્યાણ થાઓ, અને તું બીજે સ્થાનકે જા.”
સહમિત્રે આવી રીતે તિરસ્કાર કર્યો તેથી સોમદત્ત તુરત પર્વ મિત્રને ઘેર ગયે. ત્યાં તેના ઘરને વિષે રહેવાની ઈચ્છાવાળા તેણે ( સોમદત્ત ) રાજકપાદિ સર્વ વાત કહી. પર્વમિત્રે પણ તેની સાથે પર્વ મિત્રાને લીધે તુરત તેના સામું જોઇ આદરસત્કાર કરી આ પ્રમાણે કહ્યું. “હે સખે ! તેં અનેક પર્વ દિવસમાં સંભાષણાદિ વિવિધ પ્રકારના પ્રેમે કરીને હારા પ્રાણ ખરીદ કરેલા છે. ભાઈ ! જે. હું હારા દુઃખમાં ભાગ ન લઉં, તે મહારા કુલીનનું કુલીનપણું શી રીતે રહ્યું કહેવાય ? હારી પ્રીતિથી પરવશ થએલે પિતે હારા પિતાના ઉપર અનર્થ આવી પડે તે સહન કરું, પણ હારું કુટુંબ અનર્થ પામે તે દુઃસહ છે. હે મિત્ર !