________________
શ્રીજ પૂરવામી' નામના ચમકેવલોની કથા
તસારા પરસ્પર યાગ્ય એવા મનોહર રૂપથી અમે અલ્પબુદ્ધિવાળા મેહ પામી ગયા હતા. હારા સમાન બીજી ફાઈ કન્યા તેના શિવાય નહાતી તેમજ તે કન્યા સમાન ખીજો કાઈ કર ત્હારા શિવાય નહાતા. હજી પણ તમારા ફ્કત વિવાહ થયા એટ-લાજ સબોંધ થયા છે. તમે કયારે પણ સ્ત્રી પુરૂષના સંબંધથી ઉત્પન્ન થએલું પાપ ક્રમ કર્યું નથી, તેથી હે વત્સ ! તું આજ સુધી કુમાર અને તે કુમારી છે, તુ તેને પોતાના ભાઇ વ્હેનના સબંધની વાત કહીને ત્યજી દે. હે પુત્ર! તું હમણાં વેપાર કરવા માટે પરદેશ જવાની ઇચ્છા કરે છે તેા ભલે અમારી આશિષથી ત્યાં વેપાર કરી તુરત ક્ષેમકુશલ પાછે આવ. તુ કુશલ અહિં આવીશ ત્યારે ત્હારા કાઇ ધન્ય કન્યાની સાથે હેાટા ઉત્સવથી અમે વિવાહ કરીશું.
""
માતાનાં આવાં વચન સાંભળીને પછી શુદ્ધ બુદ્ધિવાળા કુબેરદત્ત કુબેરદ્વત્તાને સર્વ નિષ્ણુય કહી સંભળાવ્યા અને કહ્યુ કે “ હે અનધે! તું ત્હારા ઘર પ્રત્યે જા: તું મ્હારી ડેન થાય છે. તું ચતુર અને વિવેકવાળી છે માટે જેમ ચેાગ્ય લાગે તેમ કર. હે વ્હેન ! આપણાં માતા પિતાએ આપણને છેતર્યા છે તે પછી આપણે શું કરીએ ? અરે! તેમનેા પણ તે દોષ નથી, એ તે આપણીજ ભવિતવ્યતા. માતાપિતા પુત્રને ખરીદ કરે છે અથવા તેા વેચી દે છે. વળી જેવી રીતે તેએ આજ્ઞા કરે તેવી રીતે પુત્રોએ કરવું જોઇએ. ’
કુબેરદત્ત આ પ્રમાણે કુબેરદત્તાને કહી પોતે વેપારની બહુ સારી વસ્તુએ લઈ મથુરા નગરી પ્રત્યે ગયા. ત્યાં નિર'તર વ્યવહારથી વેપાર કરતા અને ચાવનાવસ્થાને ચેાગ્ય વિલાસ કરતા તેણે બહુ કાળ નિવાસ કર્યા. એકદા અતિ રાગબુદ્ધિવાળા તેણે રૂપ સાભાગ્યથી મનેાહર એવી કુબેરસેના ( પેાતાને જન્મ આ પનારી માતા) ને બહુ દ્રવ્ય આપી પોતાની સ્ત્રી કરી. પછી કુબેરસેનાની સાથે નિરંતર વિષય સુખ ભાગવતા એવા તેને એક પુત્ર થયા. ખરેખર દૈવનું નાટક આશ્ચર્યકારી છે.
હવે પાછળ કુબેરઢત્તાએ પણ તેજ વખતે માતાને પૂછ્યું તેથી તેણે પણ “ પેટી હાથ આવવાથી માંડીને ” સવ વાત તેને કહી સંભળાવી. પેાતાની આવી વાતથી તુરત વૈરાગ્ય પામેલી કુબેરદત્તા દીક્ષા લઈ મહા તપ કરવા લાગી. દીક્ષા લીધા પછી પણ કુબેરદત્તાએ મુદ્રિકાને સંતાડી રાખી અને તે પરીષહને સહન કરતી છતી મુખ્ય સાધ્વીની સાથે વિહાર કરવા લાગી. પ્રતિ નીની આજ્ઞાથી આરભેલા અખંડ તપયેાગવાળી તે કુબેરદત્તા સાધ્વીને થાડા કાલમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. “ પછી “ કુબેરદત્ત કયાં છે? ” એમ તેણે મનમાં વિચાર્યું તેા તેને કુબેરસેના ( પેાતાને જન્મ આપનારી માતા) ના સંગથી ઉત્પન્ન થએલા પુત્ર .સહિત જોયા. સાધ્વી કુબેરદત્તા આ વાત જાણી બહુ ખેદ પામી અને કહેવા લાગી કે “અહા ! મ્હારા બંધુને ધિક્કાર છે, ધિક્કાર છે, કે જે તે અકૃત્ય રૂપ મહા પાપ