________________
wwwwwwwww
બીજબ માર નામના ચરણકેવલીની કથા (૧૩) કરી વિનંતિ કરી કે “ હું ચાવજજીવિત ત્રિવિધ (મન વચન કાયાએ કરીને ) મહાવ્રત રૂપ બ્રહ્મચર્ય અંગીકાર કરું છું. ” ગુરૂએ અનુજ્ઞા આપી એટલે મહાવત રૂપ બ્રહ્મચર્યને સ્વીકારી અતિ હર્ષવાન અને કામદેવને જીતનારે તે જંબુ કુમાર પોતાને ઘેર ગયો. ત્યાં તેણે પોતાના માતા પિતાને કહ્યું કે “મેં સુધર્મા ગણધરના મુખથી સંસારસમુદ્રને તારવામાં નાવ સમાન શ્રી અરિહંત પ્રભુને ધર્મ સાંભ છે, અને તેથી હું દીક્ષા લેવાને ઉત્સાહ પામે છું માટે મને ઝટ રજા આપે. કારણ કે આ સંસાર સર્વ પ્રાણીઓને કારાગાર (કેદખાના) સમાન છે.” પુત્રનાં આવાં વચન સાંભલી રૂદન કરતા એવા માતા પિતાએ તેને કહ્યું કે “હે વત્સ ! તું આમ અચાનક અમારી આશા રૂપ લતાને છેદી નાખનારો ન થા. હજી અમારો તો એ મને રથ છે કે આઠ કન્યાઓની સાથે વિવાહ કરેલા અને સર્વ સંપત્તિના સ્થાન રૂપ પુત્રને અમે કયારે જોઈશું. વિષયસેવન કરવાને ગ્ય એવી વિનાવસ્થામાં આ દીક્ષા સમય શે ? તું એ વનાવસ્થાના એગ્ય આચારને કેમ બીલકુલ ઈચ્છતો નથી ? હે વત્સ ! જે તને દીક્ષા લેવાને બહુ આગ્રહ હોય તે પણુ હારે અમારું કહેવું માન્ય કરવું જોઈએ. કારણ કે અમે હારા ગુરૂઓ (વડીલ) છીએ. હે વત્સ! અમે અહારા સરખા ધનવંત આઠ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે હારો સંબંધ કરેલો છે, તો તે આઠે કન્યાઓનું પાણિગ્રહણ કરીને તું અમારા મનેરથને પૂર્ણ કર. હે કુમાર ! તું અમારા કહેવા પ્રમાણે કરીને પછી નિર્વિધનપણે પ્રવજ્યા લેજે, અને પછી કૃતાર્થ થએલા અમે પણ વૈભવને ત્યજી દઈ હારી પાછલ દીક્ષા લઈશું.” કુમારે કહ્યું. “હે પૂ ! હું તમારી આજ્ઞા પ્રમાણે કરું તે પછી તમારે ભૂખ્યાને ભેજનથી ન વારવાની પેઠે મને દીક્ષા લેતાં વાર નહીં.”
- જંબકુમારના આવા વચનને સ્વીકારી અને પછી દયાવંત એવા માતા પિતાએ આઠે કન્યાઓના પિતાને બોલાવીને આ પ્રમાણે કહ્યું. “હારો પુત્ર ફક્ત તમારી કન્યાઓને પરણીને તુરત દીક્ષા લેવાને છે. વલી તેણે અમારા બહુ આગ્રહને લીધે પાણિગ્રહણ કરવાનું કબુલ કર્યું છે તેથી તે તેમ કરશે. પાછલથી તમને પણ વિવાહ કરવાને પસ્તાવો કરવો પડશે. માટે તેને દોષ અમને દેશે નહી.” પછી તે આઠે શ્રેષ્ઠીઓ પોત પોતાની સ્ત્રીઓ સહિત બહુ ખેદ પામ્યા અને “હવે શું કરવું ?” એમ ૫રસ્પર કહેવા લાગ્યા. તેઓની પરસ્પર થતી વાતચીત સાંભલી કન્યાઓએ કહ્યું. “હે પૂ !. તમારે વિચાર કરવાની કંઈ જરૂર નથી ! તે સંબંધી અમારા નિશ્ચયને તમે સાંભળે. “તમે પ્રથમથી જ અમારે જ બકુમારની સાથે સંબંધ કરી ચુક્યા છે. તે હવે તેજ અમારે પતિ છે. હવે તમારે અમને બીજાની સાથે પરણાવવી નહીં. લોકમાં પણ કહેવત છે કે, રાજાઓ એકજવાર બોલે છે. સાધુઓ પણ એકજવાર બેલે છે તેમજ કન્યાઓ પણ એકજ વાર અપાય છે. આ વચ્ચે એકજવાર થાય છે. તમે અમને ઇષભદત્ત શ્રેષ્ટીના પુત્રને આપી ચુકયા છો તે હવે