________________
બીજ બસ્વામી નામના ચમકેલાની કથા, ( ૨૮૫), પિતાનું વમી કાઢેલું હું પિતે ભક્ષણ કરીશ. પિતાનું ઉચિછ ભોજન કરવામાં લાજ શી ? બ્રાહ્મણુએ કહ્યું. “હે પુત્ર! તું પોતે વમેલું અને નિંદા કરવા ગ્ય ભક્ષણ કરવા તૈયાર થાય છે, પણ તે નિંદ્ય કાર્યથી તે સર્વ લોકમાં નિંદા કરવા યોગ્ય થઈશ.” ભવદેવ મુનિ પણ બ્રાહ્મણ પુત્રનું વચન સાંભળી તેને કહેવા લાગ્યા. “હે બટુક ! તું વમન કરેલાને ભક્ષણ કરીશ તે નિચે કુતરાથી પણ હીન કહેવાઈશ.” નાગિલાએ મુનિને કહ્યું. “જે આપ તે બ્રાહ્મણપુત્રને એમ કહે છે અને જાણે છે તો પછી તમે પોતે મને વમી દઈને (ત્યજી દઈને) ફરી ભેગવવાની કેમ ઈચ્છા કરે છે ?” આ મહારો દેહ વિષ્ટા, મૂત્ર, માંસ, ચરબી અને હાડકાંથી ભરેલો હોવાને લીધે અપવિત્ર વસ્તુના સ્થાનરૂપ છે તેથી તે વમન કરેલા પદાર્થથી પણ વધારે નિંદા કરવા યોગ્ય છે તે તેની ઈચ્છા કરતાં તમે કેમ લાજ નથી પામતા? તમે પર્વત ઉપર બળતા અગ્નિ જેવા જાઓ છો પણ પિતાના પગ નીચે થતા ભડકાને જોતા નથી. જે બીજાને શીખામણ આપવા તૈયાર થાઓ છો પણ પોતાના આત્માને શિક્ષણ કરતા નથી. જેઓ બીજાને પૂર્ણ રીતે શિક્ષણ કરે છે તેઓની પુરૂપની ગણના શી ? કારણ તે જ માણસને પુરૂષની ગણત્રીમાં ગણી શકાય કે જે પિતાના આત્માને શિક્ષણ કરવા સમર્થ છે.”
પછી ભવદેવે કહ્યું “હે શુભે! તેં બહુ સારું કર્યું જે આવી શિખામણ દઈ જાતિઅંધની પેઠે અવળે માર્ગે જતા એવા મને સારા માર્ગે . હવે હું આજેજ હારા બંધુઓને મળી તુરત હર્ષથી ગુરૂ પાસે જઈ પોતાના કરેલા દુષ્કત્યની આલોચના લઈ ઉગ્ર તપ આચરીશ.” નાગિલાએ કહ્યું. “તમારે સ્વજનેને મળવાને શી જરૂર છે? હમણાંજ તમે પોતાના સ્વાર્થને મેળવવા તત્પર થાઓ. તમારાં સ્વજને તમને ગુરૂના દર્શન કરવામાં મૂર્તિમંત વિશ્વ રૂપ થઈ પડશે. પછી ભવદેવે ઉત્તમ પ્રકારે જિનપ્રતિબિંબને વંદના કરી ગુરૂની પાસે જઈ આલોચના લીધી. અતિચારરહિત શુદ્ધ ચારિત્રને પાળતે એ તે ભવદેવ મૃત્યુ પામી સેધર્મ દેવલોકમાં ઈંદ્રને સામાનક દેવતા થયા.
હવે ભવદત્ત મહામુનિને જીવ કે જે ધર્મ દેવલોકમાં દેવતા થયા હતા તે સ્વર્ગથી ચવીને વિશ્વમાં ઉત્તમ એવા મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયની કુંડરીકિણી નગરીના વદત્ત ચક્રવર્તિની યશોધરા સ્ત્રીના ઉદરને વિષે અવતર્યો. જેમ તળાવને વિષે રાજહંસ ઉતરે તેમ યશોધરાના ઉદરને વિષે ભવદત્તનો જીવ અવતરે, છતે તેણુને સમુદ્રમાં સ્નાન કરવાને ડહાલે ઉત્પન્ન થયો. વજદત્ત. ચક્રવતિએ સમુદ્ર સમાન સીતા નામની મહા નદીમાં પોતાની પ્રિયાને બહુ વાર ક્રીડા કરાવી તેણુને ડોહોલો પૂર્ણ કર્યો. પછી પૂર્ણ થએલા ડહોલાવાળી અને મનસ્વિની એવી . તે યશોધરા પટ્ટરાણીએ દિવસે દિવસે પિતાના લાવણ્યને અધિક ખિલાવ્યું. જેમ