________________
(૨૮૨ )
શ્રીષિમંડલ વૃતિ–ઉત્તરાદ્ધ. એવા તે જલને વાંવું. પછી સંસારસાગરને વિષે બુડતા એવા પ્રાણીઓને તારનાર એવા તે મુનિને રોમાંચયુક્ત થએલા સર્વે જનેએ હર્ષથી વંદના કરી. ભવદત્ત મુનિએ પોતાના પૂર્વાવસ્થાના બાંધાને કહ્યું. “હે દેવાનુપ્રિયે ! હમણાં તમે વિવાહના કામમાં વ્યાકુલ છ માટે અમે બીજે વિહાર કરીશું, અને તમને નિત્ય ધર્મલાભ હે. પછી ભક્તિથી ભાવિત ચિત્તવાલા સર્વે બાંધએ કણ અને એષણીય પ્રાસુક આહારથી તે મુનિને પ્રતિલાલ્યા. આ વખતે અંત:પુરમાં ભવદેવ પિતાનો કુલાચાર પાલતે છતે પોતાની નવી પરણેલી સ્ત્રી નાગિલાને સખીઓ સહિત આભૂષણ ધરાવતે હતો. ત્યાં તેણે પોતાના બંધુનું આગમન સાંભળ્યું તેથી તે પોતાના ભાઈરૂપ મુનિને જેવાના ઉત્સાહને ધરતો છતે તુરત અર્ધા આભૂષણ ધારણ કરાવેલી પોતાની સ્ત્રીને ત્યજી દઈ ત્યાંથી ચાલી નિક. “ હે કાંત ! અર્ધ આભૂષણ કરેલી પ્રિયાને ત્યજી દઈ આપને જવું યોગ્ય નથી. ” એમ સખીઓએ બહુ કહ્યું પણ તે તે તે ભવદેવે બહેરાની પેઠે સાંભલ્યું જ નહીં. પણ તે ના પાડતી એવી સ્ત્રીઓને તેણે ઉત્તર આપે કે “હે અબલા ! હું હારા બંધુરૂપ મુનિને વંદના કરી ઝટ પાછો આવીશ.”
પછી ભાઈને જોવાનો ઉત્સાહ યુક્ત મનવાલા ભવદેવે ત્યાંજ ઉભેલા ભવદા મુનિને વંદના કરી. વંદના કરીને ઉભા થએલા પોતાના ન્હાના ભાઈને ભવદત્ત મુનીશ્વરે ચારિત્ર આપવાની ઈચ્છાથી ઘીનું પાત્ર ઝાલવા આવ્યું. પછી અનગારમાં સુખ્ય એવા ભવદત્ત મુનિ, બીજા કુટુંબીઓ ઉપર દ્રષ્ટિ દઈ ત્યાંથી તુરત ચાલી નિકલ્યા. ભવદેવ પણ બંધુ ઉપર ઝરતી ભક્તિને લીધે હાથમાં ઘીનું પાત્ર ઝાલીને તેમની પાછલ ચાલ્યું. જેમ ભવદેવ તેમ બીજા બહુ સ્ત્રી પુરૂષે પણ પ્રેમને લીધે ભવદત્ત મુનિની પાછલ ચાલ્યા. મુનિએ પિતાની પાછલ આવતા એવા માણસે માંહેથી કેઈને પાછા જવાનું કહ્યું નહીં, કારણ તપસ્વીઓને તે એગ્ય છે. વલી મુનિએ પાછા જવાની રજા નહિ આપેલા અને લજજાથી વશ થએલા તે સર્વે કેટલેક સુધી પાછલ ગયા. બહુ દૂર જવાથી વ્યાકુલ થએલા અને આદરરહિત એવા સર્વે સ્ત્રી પુરૂષ તે મુનિને નમસ્કાર કરી પિત પોતાની મેલે પાછા વલ્યા. ભેળા મનવા ભવદેવ વિચાર કરવા લાગ્યા કે “ મુનીશ્વરે રજા નહિ આપ્યા છતાં આ સર્વે કે પાછા જાય છે પણ ખરે તેઓ મુનીશ્વરના બંધુઓ નથી, અને હું તે તેમને અતિ નેહવાળો બંધુ છું માટે મુનીશ્વરે રજા આપ્યા વિના મહારે પાછું વળવું તે યોગ્ય નથી. પછી ભવદત્ત મુનિ વાર્તાથી પોતાના ન્હાના ભાઈને આસક્ત બનાવી આદરથી સુગ્રામ ગામમાં તેડી લાવ્યા કે જ્યાં પિતાના ઉત્તમ ગુરૂ હતા. બંધુ સહિત ભવદત્ત મુનિને વસતિદ્વારમાં આવેલા જોઈ બીજા બાલ શિવે મુખ મલકાવી પરસ્પર કહેવા લાગ્યા કે “ આ મુનિ કેઈને દીક્ષા લેવરાવવા અહીં તેડી લાવ્યા છે. શ્રીમાન પુરૂ પિતાના કહેલા વચનને પ્રમાણુ કરવા બહુ