________________
શ્રી સ્વામી નામના ચરમ કેવલીની કથા. चंपाओ वीअभए, गंतुं वीरेण दिखिओ जोउ ॥
सो पत्तो परमपयं, उदायणो चरभ रायरिसी ॥ १५१ ॥ ચંપા નગરીથી વીતભય નગરમાં જઈ શ્રી વીરભુએ દીક્ષા આપેલે ઉદાયન નામને છેલ્લે રાજર્ષિ એક્ષપદ પામ્યા. ૧૫૧
આ ઉદાયન રાજર્ષિની કથા અભયકુમારની કથામાંથી જાણી લેવી.
जस्स य अभिनिखमणे, चोरा संवेगमागया खिप्पं ॥
तेण सह प्पवइआ, जंबु वंदामि अणगारं ॥ १५२ ॥ જેમના દીક્ષા ગ્રહણ સમયે તત્કાળ વૈરાગ્ય પામેલા પ્રભવાદિ ચોએ પણ તે જંબૂકુમારની સાથે દીક્ષા લીધી, તે જ બૂકુમાર મુનીશ્વરને હું વંદના કરું છું. ઉપરા
सीहत्ता निखंतो, सीहत्ता चेव विहरिओ भयवं ॥
जंबूपवरमुनिवरो, वरनाणचरित्तसंपत्तो ॥१५३ ॥ સિંહપણુએ દીક્ષા લેનારા અને સિંહપણુએ વિહાર કરનારા ભગવાન જંબ સ્વામી મુનીશ્વર ઉત્તમ જ્ઞાન અને ચારિત્ર પામ્યા. ૧૫૩ છે
जो नवजुव्वणपसरो, विअलिअकंदप्पदप्पमाहप्पो ॥
सो जंबूरायरिसी, अपच्छिमो केवली जाओ ॥ १५४ ॥ જેમણે નવવન છતાં કામદેવના ગર્વને દલી નાખવાથી પિતાનું માહાસ્ય પ્રગટ કર્યું છે, તે જંબૂરાજર્ષિ છેલ્લા કેવળી થયા છે. છે ૫૪ છે
_ 'श्रीजंबूस्वामी' नामना चरमकेवलीनी कथा *
એકદા જેમના ચરણને દેવતાઓ પ્રણામ કરી રહ્યા છે એવા શ્રી વિરપ્રભુ રાજગૃહ નગરને વિષે સમવસર્યા. દેવતાઓએ અમૂલ્ય પ્રતિહાર્ય રચ્યું. શ્રેણિક રાજા પણ ધર્મદેશના સાંભલવા માટે ભકિતથી સમવસરણમાં આવ્યું. દેશનાને અંતે એણિક રાજાએ શ્રી જિનેશ્વરને પૂછ્યું કે “હે ભગવત ! કયા પુરૂષને વિષે કેવલજ્ઞાન ઉચ્છેદ પામશે? અર્થાત્ છેલ્લે કેવલી કેણુ થશે?” પ્રભુએ કહ્યું. “ રાજન ! હારી પાસે રહેલો આ ચાર દેવી સહિત વિદુન્માલી દેવ કે જે ઇંદ્રનો સામાનિક છે તે આજથી સાતમે દિવસે દેવપદવીથી ચવીને હારા નગરમાં રાષભદત્ત શ્રેણીના જંબૂ નામના પુત્રપણે ઉત્પન્ન થશે. તે અંત્ય કેવલી થવાનો છે.” શ્રેણિકે ફરી પૂછયું. “હે નાથ! જો કે તેને ચવવાને સમય નજીક આવ્યું છે છતાં તેની કાંતિ કેમ ક્ષય નથી પામતી ?” શ્રી જિનેશ્વરે કહ્યું. “હે રાજન ! એકાવતારી દેવતાઓના અંતકાલને વિષે પણ તેઓના તેજવીપણાનાં ચિન્હ નિચે નાશ