________________
(૬૪)
ઋષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ. જશે. ત્યાંથી તે અનુક્રમે બબેવાર સર્વે નરકને વિષે ઉત્પન્ન થશે. પછી સર્વ તિર્યંચ જાતિને વિષે ઉત્પન્ન થઈ શસ્ત્રઘાતથી અથવા તે અગ્નિવડે દગ્ધ થઈ નિરંતર મૃત્યુ પામશે. આ પ્રમાણે અનેક કાળ પર્યત દુઃખકારી બહુ ભ ભમી છેવટ તે ગશાળાને જીવ રાજગૃહ નગરની બહાર વેશ્યા પણે ઉત્પન્ન થશે. એકદા સુઈ રહેલી તે વેશ્યાને કેઈ કામીપુરૂષ ભૂષાલભથી મારી નાખશે ફરી તે રાજગૃહ નગરની અંદર ઉત્પન્ન થશે અને ત્યાંજ મરણ પામશે. ત્યાંથી તે વિંધ્યાચલના મૂલ ભાગમાં વેલેલ નામના સન્નિવેશને વિષે બ્રાહ્મણની પુત્રીરૂપે ઉત્પન્ન થશે ત્યાં તેને કઈ બ્રાહ્મણપુત્ર પરણશે. અનુક્રમે તે ગર્ભિણી થશે અને સાસરાના ઘરથી પીયર જવા નિકલશે રસ્તામાં દાવાનલથી બલી મૃત્યુ પામીને તે અગ્નિ કુમારદેવતાને વિષે ઉત્પન્ન થશે ત્યાંથી મનુષ્યભવ પામી મહાવ્રત અંગીકાર કરશે, પણ વ્રતની વિરાધના કરશે તેથી તે અસુરાદિકની દેવ પદવી પામશે. પછી તે વારંવાર કેટલાક મનુષ્ય ભવ કરશે તેમાં ઉત્તમ પ્રકારના વતની વિરાધના કરવાથી અસુરાદિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી માણસજાતિમાં ઉત્પન્ન થઈ અતિચારરહિત ચારિત્ર પાલી પહેલા દેવલકમાં દેવતાપણે ઉત્પન્ન થશે. એવી રીતે સાત ભવ પર્યત સંયમ પાલી વગે ઉત્પન્ન થઈ સર્વાર્થસિદ્ધિ દેવલોકે જશે. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રને વિષે હેટા શ્રેષ્ઠીના ઉત્તમ બુદ્ધિવાલા પુત્ર તરીકે ઉત્પન્ન થઈ ત્યાં પણ દ્રઢ પ્રતિજ્ઞાવા તે વિરાગ્યવાસિત થઈ પ્રવજ્યા લેશે. પછી તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે જેથી તે જિનેંદ્રની આશાતના અને સાધુના ઘાતથી ઉત્પન્ન થએલા પિતાના ગોશાલાદિ અનેક ભવને જાણ પોતે પિતાના શિષ્યોને ગુરૂની કરેલી અવજ્ઞા કહી બતાવશે કે “ગુરૂની અવજ્ઞાથી ઉત્પન્ન થએલા ફલ રૂ૫ કાર્યને મે બહુ ભવ પર્યત અનુભવ કર્યો છે. ” આ પ્રમાણે પિતાના શિષ્યોને પ્રતિબંધ પમાડી પૃથ્વી ઉપર વિહાર કરતે એ તે
શાલાને જીવ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ પામશે. . શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે “હે ભગવંત ! ગોશાલે ક્યા પૂર્વ ભવના કર્મથી તમારે બહ શત્રુરૂપ થઈ પડયે ? ” પ્રભુએ કહ્યું કે:- “ હે ગતમ ! જંબુદ્વીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ગઈ ચોવીસીને વિષે ઉદય નામે તીર્થકર હતા. એકદા દેવ અને દાનવો તેમના નિર્વાણ કલ્યાણકના મહોત્સવ કરવા આવ્યા. દેવતાઓને જોઈ અક પ્રત્યંતવાસીને જાતિસ્મરણ જ્ઞાન થયું આ વખતે તે પ્રત્યંતવાસી નિર્મલ મનવાલો અને પ્રત્યેક બુદ્ધ હતું, તેથી તેને શાસનદેવીએ સાધુને વેષ આપે. માણસેથી સત્કાર પામેલા અને તીવ્ર તપ કરતા એવા તે પ્રત્યેકબુદ્ધ મુનિને જોઈ ઈશ્વર નામના કોઈ દુષ્ટ મતિવાલાએ તેમને પૂછયું “તમને કોણે દીક્ષા આપી છે? તમારી જન્મભૂમિ કયાં છે? તમારું કુલ કયું? તેમજ તમે સૂત્ર અને અર્થનો અભ્યાસ કયાં કર્યો છે?” ઈશ્વરના આવાં વચન સાંભળી તે પ્રત્યેક બુદ્ધ મુનિરાજે પોતાનું સર્વ વૃતાંત કહી દીધું. ઈશ્વર મનમાં વિચાર કરવા લાગ્યું કે “આ માણસ નિચે મીષથી આજીવિકા ચલાવે છે કારણ