________________
(૨૦)
શ્રી બષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. કહેવા લાગ્યા. “હે ગોશાલ? પિતાના ગુરૂને પ્રતિકુલ થએલા પુરૂષની આવીજ અવસ્થા થાય છે. અરે ! તે પિતાના ગુરૂ ઉપર મૂકેલી હારી તેતેશ્યા ક્યાં ગઈ. દીર્ઘકાલ પર્વતથી આવા દુષ્ટ વચન બોલતે એવો તે નિચે ભસ્મ રૂપ બનાવવાનું ધારે છે તે પણ તે મહા મુનિએ કૃપાથી હારી ઉપેક્ષા કરી છે. જેથી તું હારી પિતાની મેળેજ મત્યુ પામીશ. હે શાલ ! શું તે નહોતું જોયું. જે શીતલેશ્યાથી પ્રભુએ હારું રક્ષણ ન કર્યું હેત તો વૈશિકાયને મૂકેલી તેજલેશ્યાથી તું મત્યુ પામત.”
ખાઈમાં પડી ગએલા સિંહની પેઠે ગોશાલે પણ તે સાધુઓને તિરસ્કાર કરવા માટે સમર્થ થયો નહીં જેથી તે ક્રોધ પામતે છતે બેસી રહ્યો. વળી તે દાંતને પીસવા લાગ્ય, લાંબા મહેટા નિશાસા મૂકવા લાગ્યા, પગથી પૃથ્વીને તાડન કરવા લાગ્યું અને હું હણાયે એમ વારંવાર બોલવા લાગ્યું. ત્યાર પછી અરિહંતની સભામાંથી તે શાલ ભય પામી હાલાહલ કુલાલને ત્યાં ચાલ્યો ગયો.
ગોશાલ ગયા પછી શ્રી વિરપ્રભુએ સાધુઓને કહ્યું કે “કંબલીના પુત્ર ગશાલે મહારા ઉપર તેલેસ્થા મૂકી હતી, તે તેજલેશ્યા એજ તેની અગાધ શક્તિ છે. ઉગ્ર તેજવાલા એ ગોશાલે વત્સ, અચ્છ, કચ્છ, મગધ, વંગ, માલવ, કોશલ, પાટ, લાટ, વક્રિય, અલિ, મલય બાંધ, કાંગ, કાશી અને સો વિગેરે દેશોને એ તેલે. સ્થાથી બાળી શળ રાજાઓને પિતાને સ્વાધિન કર્યા છે. ” પ્રભુનાં આવાં વચન સાંભલી ગતમાદિ સાધુઓ બહુ વિસ્મય પામ્યા. કહ્યું છે કે ઉત્તમ માણસે બીજાની શક્તિને જોઈ તેના ઉપર દ્વેષ કરતા નથી. પોતાની તેજેલેસ્યાથી બળતા શરીરવાળા ગોશાલે તાપની શાંતિ માટે મદ્યપાન કર્યું. ત્યાર પછી તે મંખલીપુત્ર મદ્યપાત્ર હાથમાં લઈ મન્મત્તપણે ગાયન કરવા અને નાચવા લાગ્યું. તેમજ હાથ જોડી વારંવાર હાલાહલને પ્રણામ કરવા લાગ્યા. પાત્ર બનાવવા માટે મર્દન કરેલી માટીના પીંડાને બનાવવા લાગ્યો, તેમજ તેના હાથ પિતાને શરીરે ચોપડવા લાગ્યો, આલોટવા લાગ્યો અને ભસ્મ વિગેરેનું જલ બનાવી પીવા લાગ્યું. વિરૂદ્ધ અને અસંબદ્ધ વચન બોલવા લાગ્યો. છેવટ શોથી વ્યાસ થએલા તેણે નીચજનની સાથે દિવસ નિગમન કર્યો.
- હવે પુલ નામને ગોશાળાને શ્રાવક રાત્રીએ ધમજાગરણ કરતા હતા તે જાંતિથી વિચાર કરવા લાગ્યો કે “આ તે પહેલી રાત છે કે પાછલી રાત છે. વળી તૃણગોપાલીકા કેવા આકારવાળી હોય તે હું જાણતો નથી માટે ચાલ આજે સર્વજ્ઞ એવા હારા ગુરૂ ગોશાળાને તે વાત પૂછું.” આમ ધારી સવારે યોગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને તે પુલ હાલાહલના સ્થાનકે રહેલા ગોશાળા પાસે ગયે. પુલે ઉપર કહેલી સ્થિતિમાં શાળાને દીઠો તેથી તે લજજા પામી તુરત પાછો વો. ત્યાર પછી દ્રઢ એવા તેને ગોશાલાના સ્થવિર સાધુઓએ કહ્યું કે “હે પુલ! તને પાછલી રાત્રીને વિષે તૃણગે પાલિકાના સ્વરૂપ વિષે સંશય ઉત્પન્ન થાય છે.” પુલે વિસ્મયથી કહ્યું “હા તે તેમજ છે.” પછી ગોશાલાના સાધુઓએ શાલાની