________________
શ્રીહલ અને “શ્રીવિહલ નામના મુનિવરેની કથા. (ર૪૭) કાલકુમાર થયો અને તે પ્રથમ ચેડા રાજાની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. કાલકુમાર ચેડા રાજાના સૈન્યને છેદન ભેદન કરતો ચેડા રાજાની સમીપે આવી પહોંચે. આ પ્રમાણે અતિ ઉગ્ર એવા કાલકુમારને આવતા જોઈ ચેડા રાજાએ વિચાર કર્યો કે –
કાલ સમાન ભયંકર અને સર્વ રાજાઓથી ને જીતી શકાય એવો આ કાલ કુમાર હારા સિન્યને ન ભેદી નાખે એટલા માટે આવતા એવા બુદ્ધિના પર્વત અને ઉદ્ધત એવા તેને હું હારા આ દેવતાએ આપેલા બાણથીજ મારી નાખું. ” આ પ્રમાણે વિચાર કરી ચેડા રાજાએ પિતે પ્રયાસ વિનાજ કાલકુમારને બાણવડે હણું યમરાજને અતિથિ બનાવ્યું. આ પ્રમાણે ચેડા રાજાએ મહા બળવંત એવાય પણ બીજા મહાકાલાદિ નવ કુમારને દિવ્ય બાણથી મારી નાખ્યા. ચેડા રાજાએ એવી રીતે કાલાદિ દશ બાંધવને રણગણમાં મારી નાખ્યા ત્યારે કૃણિક વિચાર કરવા લાગ્યું. “ આ ચેડા રાજા પ્રસન્ન થએલા દેવતાએ આપેલા અમેઘ બાણને લીધે કોડ માણસથી પણ જીતી શકાય તેમ નથી. હા ધિક્કાર છે મને, જે મેં તેના અતિશયને નહિ જાણવાથી આ હારા દશ ભાઈઓને યમલેક પ્રત્યે મોકલ્યા. તે હારા ભાઈઓની જે ગતિ થઈ તેજ ગતિ નિચે હારી થશે. હા હા ! તો પણ હવે હારા ભાઈઓને નાશ થયા છતાં નાસી જવું એ યોગ્ય નથી. હવે તે હું પણ દેવનું આરાધન કરી તેમના બલથી શત્રુને જીતીશ. કારણ કે દિવ્ય બલ દિવ્ય બલથીજ નાશ થાય છે.”
કૃણિક રાજા આ પ્રમાણે વિચાર કરી હદયમાં દેવનું ધ્યાન ધરી અત્યંત સ્થિર મને અઠ્ઠમ ભક્ત કરીને બેઠો. પછી પૂર્વ ભવના પુણ્યથી અને અઠ્ઠમના તપથી તેજ કાલે અમરેંદ્ર અને શકે તેની પાસે આવ્યા. અસુરેંદ્ર તથા સુરેંદ્ર બન્ને જણાએ કહ્યું. “હે રાજન ! તું શું ઈચ્છે છે ? કૃણિક રાજાએ કહ્યું. જે તમે હારા ઉપર પ્રસન્ન થયા હો તે આ ચેડા રાજાને મારે. ” ઈંદ્ર ફરીથી કહ્યું. “ હે ભૂપ ! તું બીજે વર માગ કારણ કે સાધર્મિક એવા ચેડા રાજાને હું કયારે પણ મારીશ નહીં. તે પણ હું યુદ્ધમાં તારી રક્ષા કરીશ કે જેથી તે ચેડા રાજાથી જીતી શકાશ નહીં. ” કૃણિકે કહ્યું. “ ત્યારે એમ થાઓ.”
પછી ચમરેંદ્ર મહાશિલા અને કંટક નામે ઘેર યુદ્ધ આરંચું વલી રથ અને મુશલ એ નામના વિજયકારી યુદ્ધ આરંભ્યાં. પહેલા યુદ્ધમાં પડતા એવા કાંકરાઓ પણ હેટી શિલાસમાન થવા લાગ્યા. તેમજ કંટક યુદ્ધમાં કાંટાઓ મહા શસ્ત્રથી પણ અધિક લાગવા માંડયા. બીજા યુદ્ધમાં અમરેંદ્ર તથા કેન્દ્ર ચારે તરફથી શત્રુના મંડલને બહુ પીડા પમાડયું. ચમરેંદ્ર, શક્રેન્દ્ર તથા કણિક તે ત્રણે રાજાઓ ચેડા રાજાના સુભટની સામે મહા દારૂણુ યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે બાર ગતને ધારણ કરનારા, નિરતર સંસારથી વૈરાગ્ય પામેલા,