________________
(૨૪૦ )
શ્રીઋષિમંડલવૃત્તિ ઉત્તર પ્રતિમા વહન કરી તથા ગુણરયણ સંવત્સર નામનું તપ કરી પાંચમા વિજય નામના દેવલોક પ્રત્યે ગયે. જે ૧૪૨–૧૪૩ છે
* 'श्री मेघकुमार' नामना मुनिवरनी कथा.. રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણવત ધારિણી નામે સ્ત્રી હતી. ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભોગવતા એવા તેઓને મેઘના ઉત્તમ સ્વમથી સૂચિત મેઘકુમાર નામે પુત્ર થયે. માતા પિતાએ તેને કળાચાર્ય પાસે ભણાવ્યા અનુક્રમે તે પુત્ર, સ્ત્રીઓની દ્રષ્ટિરૂપ મૃગપંક્તિને બાંધવામાં વાગરા સમાન વૈવનાવસ્થા પાપે. પિતાએ સ્નેહથી તેને આઠ રાજકન્યાઓ પરણવી, જેથી તે પૂર્વના પુણ્યગથી પંચ પ્રકારનાં વિષયસુખ ભેગવવા લાગ્યો.
એકદા શ્રી વાદ્ધમાનસ્વામી રાજગૃહ નગરે સમવસર્યા. દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી પુત્ર સહિત શ્રેણિક રાજા અત્યંત ભક્તિવડે મહેાટી સંપત્તિ વડે પ્રભુને વંદન કરવા ગયે. ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી સાવધાન મનવાળે તે ત્યાં ગ્ય આસને બેઠા. પછી શ્રી વિરપ્રભુએ અમૃતસમાન મધુર વાણુથી મિથ્યાત્વ રૂપ અંધકારને નાશ કરનારી ઉત્તમ ધર્મદેશના આપી. દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમ્યક્ત્વ લીધું અને અભયકુમારાદિકે સુખકારી એ શ્રાવક ધર્મ આદર્યો. પછી હાથજોડી તીર્થનાથને નમસ્કાર કરી શ્રેણિક, પ્રભુની આજ્ઞાથી હર્ષ પામતે છતે પુત્ર સહિત ઘરે ગયો. આ વખતે મેઘકુમારે હાથ જોડી આનંદથી ધારિણને તથા શ્રેણિકને મધુર વાણુથી કહ્યું કે “હે માતા પિતા ! તમોએ મહારૂં મેહથી કાળ પર્યત લાલન પાલન કર્યું છે તે હું કેવલ તમારા શ્રમને અર્થે જ થયો છું, છતાં વિનંતિ કરું છું કે આ અનંત દુઃખથી ભરપૂર એવા સંસારવાસથી હું ભય પામું છું, અને સંસારના ભયને દૂર કરનારા શ્રી અરિહંતપ્રભુ હમણું અહિ વિરાજે છે. માટે સંસારથી ઉદ્વેગ પામેલા મને તમે હમણું રજા આપો કે જેથી હું તે મહાવીરપ્રભુ પાસે દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે પુત્ર! નિચે વ્રત બહુ દુષ્કર છે અને તું કેમલ છે તો તે વ્રતને તું શી રીતે પાળીશ?” મેઘકુમારે કહ્યું હું સંસારવાસથી ભય પામ્યો છું માટે દુષ્કર એવા પણું વ્રતને પાલીશ. માટે હમણાં મને ઝટ રજા આપ. પુત્રાદિકનું મૃત્યુ માતાપિતાથી નિવારી શકાતું નથી. તો પણ હું જિનેશ્વરના શરણથી મૃત્યુને છેતરીશ.” શ્રેણિકે કહ્યું. “જો તને સંસારનો ભય છે. તોપણ અમને પ્રસન્ન કરવા માટે એક દિવસ રાજ્ય અંગીકાર કર.” મેઘકુમારે તે વાત અંગીકાર કરી એટલે શ્રેણિકે તેને રાજ્યસન ઉપર સ્થાપન કર્યો અને હર્ષથી કહ્યું કે “હવે હું હારું કામ શું કરું?” મેઘકુમારે કહ્યું કે-“હે તાત! મહારે દીક્ષા લેવાની ઈચ્છા છે માટે હારે અર્થે પાત્રા, રહરણ ઈત્યાદિ વસ્તુઓ લાવો” જે કે શ્રેણિકને આ વાત મેહના વશથી