________________
શ્રીઅભયકુમારે નામના યુનિપુંગવની કથા. પછી શ્રેણિક રાજાએ અભયકુમારને અર્ધા રાજ્યસહિત મુખ્ય પ્રધાન પદ આપ્યું. ઉત્તમ બુદ્ધિવંત એવા અભયકુમારે પણ પોતાના પિતા ઉપર બહુ ભક્તિ ધારણ કરતાં છતાં દુ:સાધ્ય એવા દેશને પોતાના કબજે કર્યા. પછી શ્રેણિક ભૂપતિ રાજ્યની ચિંતાના તાપને ત્યજી દઈ દેવેંદ્રની પેઠે કેવલ નંદાની સાથે ભેગ ભેગ વવા લાગ્યો. - એકદા ઉજજયિની નગરીને ચંડપ્રદ્યતન રાજા રાજગૃહ નગરને બહુ રાજ્ય સંપત્તિથી યુક્ત માની તેના ઉપર ચઢી આવ્યા. મુકુટબદ્ધ ચિદ રાજાઓ સહિત યુદ્ધ કરવા ચઢી આવેલા ચંડપ્રદ્યતન રાજાને સાંભળી શ્રેણિક ભૂપતિ વિચાર કરવા લાગ્યો કે “ સેનાથી પ્રબલ એવા ચંડપ્રદ્યતન રાજાને અલ્પસેનાવાળો હું શી રીતે જીતી શકીશ? શ્રેણિક આ પ્રમાણે વિચાર કરી સુધાથી મધુર એવી દ્રષ્ટિથી આત્પાતિ આદિ ચાર બુદ્ધિના ભંડાર રૂપ અભયકુમાર સામું જોઈ કહેવા લાગ્યું કે હવે શું કરવું? નિર્ભય એવા અભયકુમારે કહ્યું. “ હે તાત! ચંડપ્રદ્યોતનના ચઢી આવવાથી તમારે ચિંતા શી છે? બુદ્ધિથી સાધી શકાય એવા કાર્યમાં લડાઈની વાત વૃથા છે. હું એવી બુદ્ધિ પ્રેરીશ કે જેથી તમારે જ્ય થશે.
પછી અભયકુમારે શત્રુના નિવાસ સ્થાનની ભૂમિમાં ગુપ્ત રીતે સોના મહોરો ભરેલા બહુ પાત્રો ડટાવ્યાં. ત્યાર પછી ચંદ્રની પેઠે ચંડઅદ્યતન ભૂપતિએ સિન્યથી રાજગૃહ નગરને ઘેરી લીધું. પછી અભયકુમારે મધુર ભાષણવાલા ગુપ્ત પુરૂષની સાથે ચંડપ્રદ્યતન રાજાને તુરત કાગલ મોકલ્યા કે “શિવાદેવી અને લક્ષણ વચ્ચે જ પણ અંતર રાખતું નથી. આપ શિવાદેવીના પતિ હોવાથી હાર માન્ય છે. માટે જ છે માલવનાથ! હું આપને ગુપ્ત રીતે ખબર આપું છું કે “ નિશ્ચ શ્રેણિક રાજાએ તમારા ચંદે રાજાઓને દ્રવ્ય આપી ફાડી નાખ્યા છે. હે રાજન શ્રેણિક રાજાએ તમારા રાજાઓને વશ કરવા માટે તેમને સેનામેહેર મોકલી છે. જેથી તે રાજાઓ તે દ્રવ્ય અંગીકાર કરી તમને જ બાંધી (શ્રેણિક રાજા)ને સંપશે. અને તેજ માટે તેઓએ પોત પોતાના મકાનમાં સોના મહોરનાં પાત્રો ડાટેલાં છે. હું આ સત્ય કહું છું. છતાં જે આપને વિશ્વાસ ન હોય તો તેઓના મકાન જેવાં.” ચંડપ્રદ્યોતને આ સમાચાર સાંભલી તુરત એ ભૂપતિના મકાનમાં તપાસ કર્યો જેથી સેનામહોરે નિકલી. ચંડઅદ્યતન સોનામ્હારે જોઈ તુરત નાસી ગયે. ચંડ પ્રદ્યતન નાસી ગયો એટલે તેની સેના રૂપ સમુદ્ર મંથન કરી શ્રેણિક રાજાએ અશ્વાઢિ સર્વ સારવસ્તુ લઈ લીધી. ચંડમોતન રાજા ને વેગવાન અશ્વ ઉપર બેસી જીવ લઈને નાસી ગયેલા અને ઝટ પોતાના પુરમાં પેઠે. પાછલા કેટલાક મુકુટબદ્ધ રાજાઓ અને મહારથીએ પણ નાસી ગયા. જેથી નાયક વિનાનું સૈન્ય પણ તેવું જ કરવા લાગ્યું. છત્રવિનાના મસ્તકવાલા, બખતર વિનાના અને કપાયેલા કેશવાલા તે સર્વે પુરૂષે પણ ચંડપ્રદ્યતન રાજાની પાછલ ઉજ્જયિની