________________
શ્રીકમપુત્ર નામના મુનિપુણવની કથા. ' (૧૯૫) દેખાય છે?” એમ પૂછયું એટલે ચક્ષણએ કાંઈ પણ જવાબ આપે નહીં. પછી કુમારે બહુ આગ્રહથી પૂછયું એટલે યક્ષણએ સર્વ વાત યથાર્થ નિવેદન કરી. પછી સંવેગ પામેલા કુમારે યક્ષણને કહ્યું કે “હે પ્રિયે ! તું મને ઝટ તે કેવલીની પાસે લઈ જા.” યક્ષશું તુરત કુમારને જ્ઞાની પાસે લઈ ગઈ. કુમાર કેવળીને નમસ્કાર કરી તેમની પર્ષદાને વંદના કરવા લાગ્યો. એવામાં પુત્રને જોઈ પર્ષદામાં બેઠેલાં માતા પિતા મેહથી રેવા લાગ્યાં. આ વખતે કેવળીએ કુમારને કહ્યું કે “તું આ વ્યારા માતા પિતાને વંદના કર. કુમારે તેનું કારણ પૂછ્યું એટલે કેવળીએ સર્વ યથાર્થ વાત કહી. કુમાર ઉત્સાહથી માતા પિતાને પૂર્વની પેઠે આલિંગન કરી બહુ રૂદન કરવા લાગ્યા. પણ યક્ષણી તેને વારવા લાગી. પિતાના વસ્ત્રથી કુમારનાં આંસુ લુહી યક્ષણીએ ફરી તેને મુનિરાજના ચરણ કમળ પાસે બેસાર્યો. આ અવસરે કેવળીએ મોહ રૂપ વિષને દૂર કરનારી અમૃતસમાન ધર્મદેશના આપી. તે સાંભળી યક્ષણીએ આદરથી સમ્યક્ત્વ અંગીકાર કર્યું અને કુમારે યક્ષણીની રજા લઈ ગુરૂની પાસે ચારિત્ર લીધું. નિરંતર તીવ્ર તપ કરતો અને પરીષહને સહન કરતા એવા દુર્લભકુમાર મુનિ અનુક્રમે ચાદ પૂર્વ ભણ્યા. આયુષ્ય પૂર્ણ થયે કુમાર અને તેના માતા પિતા કાળ ધર્મ પામી મહાશુક દેવલોકમાં દેવમંદિર નામના વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયાં. યક્ષણ પણ વૈશાલી નગરીમાં ભ્રમર છે પતિ જેને એવી કમલા નામે સ્ત્રી થઈ ત્યાંથી તે મહાશુક્ર દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ.
હવે લક્ષ્મીના ધામ રૂ૫ રાજગૃહ નામના ઉત્તમ નગરમાં સિંહ સમાન ઉત્કટ મહેંદ્રસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા તેને કુર્માદેવી નામે સ્ત્રી હતી. દુર્લભ કુમારને જીવ મહાશુક્ર દેવકથી ચવીને ભવનનું સ્વમ સૂચવતે છતે તે કુર્માદેવીના ઉદરને વિષે અવતર્યો. કુર્માદેવીએ હર્ષથી સવારે સ્વમાની વાત પતિને કહી. પતિએ કહ્યું કે “હે પ્રિયે ! તને લક્ષમીના ભવન (સ્થાન) રૂ૫ પુત્ર થશે.” પછી હર્ષિત અને ગર્ભને ધારણ કરતી એવી કુમાદેવીને પૂર્વ પુણ્ય સૂચવનારે પ્રતિકારી ધર્મ શ્રવણ કરવાનો ડોહલ ઉત્પન્ન થયે. ભૂપતિ ષટદર્શનના આચાર્યોને બોલાવી નિરંતર તેનાં તેનાં ધર્મશાસ્ત્ર રાષ્ટ્રને સંભળાવવા લાગ્યું. તેમાં પાંચ દર્શનવાળા તે પિત પિતાના હિંસાવાળા ધર્મને બોધ દેવા લાગ્યા જેથી તે ધર્મ સાંભળી કુર્માદેવી બહુ ખેદ પામવા લાગી. પછી હષિત ચિત્તવાળા ભૂપતિએ ભક્તિથી જેનમુનિને બોલાવીને તેમનાં ધર્મશાસ્ત્ર સંભળાવવા લાગ્યા. સર્વ જીવ ઉપર દયા રાખવાના સારવાળા શ્રી અરિહંત પરમાત્માના પરમ આનંદમય આગમને સાંભળતી કુર્માદેવી પિતાને સંસારમાં સુખી માનવા લાગી. જેમ મેરૂ પર્વતની ગુલિકા કલ્પવૃક્ષને જન્મ આપે તેમ રાણી કુર્માદેવીએ નવ માસ અને સાડાસાત દિવસ ગયે છતે એક પુત્રને જન્મ આપ્યો. ભૂપતિએ પણ તે વખતે હર્ષથી યાચક જનેને પ્રમાણ વિનાનું બહ દાન આપતાં છતાં પુત્રજન્મોત્સવ કર્યો, ઉત્તમ દેહદના અનુ