________________
રાજર્ષિ કશીવિલામત” અને “ઢોકળપુત્ર કેવલીની કથા, ( ૧૯૩);
માથું જોવામાં તત્પર એવી રાણુએ હાથમાં મૂકેલા પલીને જોઈ ભય પામેલા વિલાસુત રાજાએ તાપસપણું અંગીકાર કર્યું, તેમાં પુત્રીને જોઈ અનુરાગથી દેડતા એવા તે ખીલાથી વિંધાયા, છેવટ ચારિત્ર લઈ ઉપશમ ભાવથી તે દેવિલાસુત રાજર્ષિ એક્ષપદ પામ્યા.
'श्रीदेविलासुत' नामना राजर्षिनी कथा संपूर्ण.
दोरयणिपमाणतणं, जहणओगाहणाइ जो सिद्धो ॥
तमहं गुत्तिगुत्तं, कुंमापुत्तं नमसामि ॥ १२५॥ બે હાથના પ્રમાણુવાલું જઘન્ય દેહમાન છતાં જે સિદ્ધ થયા તે ત્રણ ગુસિશી.. ગુપ્ત એવા કુર્મા પુત્ર મુનિને હું નમસ્કાર કરું છું. હે ૧૨૫ છે
* 'श्री कुर्मापुत्र' नामना मुनिपुंगवनी कथा * પૂર્વર્ગમ નામના નગરને વિષે દ્રોણ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને કુમાં નામે સ્ત્રી હતી. તેઓને દુર્લભ નામે પુત્ર હતો. દુષ્ટ ચેષ્ટાવાલા તે દુર્લભે, દડાની પેઠે બીજા રાજકુમારોને લટાવતા છતા પૂર્વના પૂણ્યથી ઈચ્છા પ્રમાણે દીર્ધકાલ પર્યત ક્રીડા કરી.
એકદા તે નગરના દુલિ નામના ઉદ્યાનમાં કેવલજ્ઞાનથી સંશયને દૂર કરનારા શ્રેષ્ઠ સુલોચન નામના સુગુરૂ સમવસર્યા. તે ઉદ્યાનમાં બહુશાલ નામના વડ વૃક્ષની નીચે એક ભદ્રમુખી નામે યક્ષણ રહેતી હતી. કેવલીની પેઠે સર્વ પદાર્થને જાણનારી તે યક્ષિણીયે સુચન ગુરૂ પાસે આવી તેમને ભક્તિથી નમસ્કાર કરી પૂછયું.
હે મુનિપતિ ! હું પૂર્વભવમાં સુવેલની મનુષ્ય જાતિની મનવતી નામે સ્ત્રી હતી, ત્યાંથી વેલંધર દેવની સ્ત્રી થઈ ત્યાંથી પણ આયુષ્ય અને પુણ્યને એકીકાલે ક્ષય. થવાથી હું મત્યુ પામીને ભદ્રમુખી નામે યક્ષશું થઈ છું. હે સ્વામિન ! વેલંધર, હારે પતિ કયાં છે ? તે કહે ? મુનિએ કહ્યું. હે ભદ્રે ! ત્યારે વેલંધર પતિ હારી, પાછલ ચવીને હમણું આજ નગરીમાં દ્રોણ રાજાને પુત્ર થયો છે. દુર્લભ છતાં પણ તે તને મલ સુલભ છે.” મુનિનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલી યક્ષશું ગુરૂને નમસ્કાર કરી તથા માનવતીનું રૂપ ધારણ કરી દુર્લભ પાસે ગઈ. ત્યાં તેને મિત્રોને ફેંકી દેવા રૂપ કીડામાં પરાયણ થએલો જોઈ યક્ષણીએ કહ્યું. “ અર એ સંકડાઓને ફેંકી દેવાથી શું ? જે બળ હોય તે હારી પાછળ દોડ.” યક્ષણના આવાં વચન સાંભળી દુર્લભ તુરત તેની પાછળ દોડશે. આગળ દેડતી એવી યક્ષણી ૨૫