________________
વિલા નામના જિની સ્થા
(૨૧ * 'श्रीदेविलामुत' नामना राजर्षिनी कथा * જાણે બ્રહ્માએ સર્વ વિશ્વને સાર લઈને જ બનાવી હાયની? એવી માલવ દેશમાં વિજયવંતી ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં શિવંત, શત્રુઓના સમૂહને પરાભવ કરનાર, વિનયવંત અને ન્યાયવંત એ દેવિલાસુત નામે રાજા રાજ્ય કરતે હતે. નિરંતર કુવલયને (પૃથ્વી મંડલને) તથા ભવ્ય કમલને ઉલ્લાસ પમાડતા એવા તે ભૂપતિને લેકમાં પુષ્પદંત (ચંદ્ર સૂર્ય ) પણું કેમ ન ઘટે? હું એમજ માનું છું કે તે ભૂપતિની નગરી ઉજજયિની નવા કમલરૂપ હતી, કારણ કે તે ભૂપતિના શત્રુઓથી નિવૃત્ત થએલી વિજયલકમીએ તે નગરીનેજ આશ્રય કર્યો હતો. જે ભૂપતિના અતિ ઓદાર્યને જોઈ લોકોએ પિતાના ચિત્તમાંથી બલિ, કણ અને જાદિ રાજાઓને વિસારી દીધા હતા. પ્રશંસા કરવા ગ્ય તે ભૂપતિને અનુરક્ત, નેત્રને પ્રિય, રૂપસં૫નિવડે દેવાંગનાઓને પણ દાસીતુલ્ય બનાવનારી શીલ, સભાગ્ય, ભાગ્યશ્રી અને દિવ્ય રૂપાદિ ગુણવડે સર્વ સ્ત્રીઓમાં મુખ્ય પદ પામેલી રમી હતી. પૂર્વના પુણ્યથી વિષય સુખ ભેગવતા એવા તેઓને ગુણશ્રીવડે પવિત્ર એવો પદારથ નામે પુત્ર થયે. પાંચ ધાવમાતાએથી લાલન કરાતા તે પુત્ર પૂર્વ પુણ્યથી અનુક્રમે પાંચ વર્ષને થયો. પછી પિતાએ ઉત્તમ શાસ્ત્રજ્ઞ ઉપાધ્યાય પાસે મહોત્સવ પૂર્વક મોકલી સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. અનુક્રમે તે સર્વકલાઓને જાણ થએલે અને પવિત્ર એવી વનાવસ્થામાં આવેલો તે પુત્ર વિશ્વની સ્ત્રીઓના ચિત્તને આકર્ષણ કરનારો થયો.
એકદા અંતઃપુરમાં ભૂપતિના મસ્તકને જોતી એવી રાણીએ તેના મસ્તકમાં એક પલી દીઠે. ધર્મના મર્મને જાણનારી રાણીએ પલીને જોઈ રાજાને કહ્યું. “હે સ્વામિન ! ભવદૂત આવે છે. માટે સાવધાન મનવાલા થાઓ.” આમ તેમ જેવા છતાં પણ દૂતને નહિ દેખવાથી ભૂપતિએ આશ્ચર્ય પામીને રાણુને કહ્યું. “હે પ્રિયે! હત કયાં છે? અને કેને આવ્યે છે?” રાણીએ મસ્તકને પલી રાજના હાથમાં મૂકીને કહ્યું. “આ દૂત તમને એમ કહેવા આવ્યા છે કે “હે રાજન ! ઝટ પ્રતિષ પામે પ્રતિબોધ પામે. અને ધર્મ કરે, ધર્મ કરે. કારણુ મહારી પાછળ લાગેલે સારા અધિપતિ આવે છે. ત્રણ લોકમાં ઇંદ્રાદિ કઈ પણ પુરૂષ એવો સમર્થ નથી કે જે આવતા એવા તે કાળને પિતાની શક્તિથી નિવારી શકે.” માટે હે પ્રભે! તમે તે આવવા પહેલાં જ ઝટ ધર્મ કરે ધર્મ. કરે કે જેથી તમને બીજા ભવમાં બહુ સુખ થાય.” પછી મૃત્યુથી ભય પામતા એવા રાજાએ રાણીને કહ્યું. “હે પ્રિયે પેલી જેવાથી મને મત્યુને ભય ઉત્પન્ન થયેલ છે. માટે તે ભયને કયો ઉપાય છે કે જે હું હમણાં ઝટ કરું કે મારે તે મૃત્યુને ભય, મૂલથીજ નાશ પામે.” રાણીએ કહ્યું. “હે નૃપતિ! મૃત્યુભયને નાશ કરનાર ધર્મ છે. બીજું કઈ નથી. માટે હે નારેશ્વર ! તે ધર્મનું જ ઝટ આરાધન કરે.”
પછી રાણીના વચનથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા દેવિલાસુત ભૂપતિએ પોતાના