________________
શ્રીઅરિકા નામના સૂરિપદની કથા. (૧૭પ) जायं पयागतित्यं, देवेहि कयाइ जस्स महियाए ।
गंगाए अंतगडं तं, वंदे अनिआपुत्तं ॥ २१ ॥ જેમના દેવતાએ કરેલા મહિમાએ કરીને પ્રયાગ નામનું પ્રસિદ્ધ તીર્થ થયું. તે ગંગામાં અંતકૃત કેવલી થએલા અગ્નિકાપુત્ર આચાર્યને હું વંદના કરું છું. મારા
* 'श्री अनिकापुत्र' नामना सूरिपुरंदरनी कथा * પુષભદ્રા ગામની નગરીમાં પુષ્પકેતુ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને શીલ ગુણવાલી પુષ્પવતી નામે સ્ત્રી હથી. પુષ્પવતીએ પુત્ર પુત્રીના જોડલાને સારા વખતે જન્મ આપે. તેમાં પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડયું. એકદા પરસ્પર ક્રીડા કરવામાં પ્રેમવંત થએલા તે પુત્ર પુત્રીને જોઈ પુષ્પકેતુ રાજા વિચાર કરવા લાગ્યો કે “ આ બન્નેને પરસ્પર વિવાહ કરવા ગ્ય છે. ”
પછી ભૂપતિએ નગરીના બહુ લોકોને બોલાવીને પૂછયું કે “ અંત:પુરમાં રત્ન ઉત્પન્ન થાય તે તેને કોને લેવાને અધિકાર છે ? ” ભૂપતિના અભિપ્રાયને નહિ જાણનારા તે મુગ્ધ લેકેએ કહ્યું. “ હે રાજન ! અંત:પુરમાં ઉત્પન્ન થએલું હેય અથવા બીજે પોતાના દેશમાં ઉત્પન્ન થએલું હોય તે પણ તેના આપજ ધણી છે. ” લેનાં આવાં વચન સાંભલી ભૂપતિએ તે પિતાના પુત્ર પુત્રીને વિવાહ કર્યો. આ વાતની પુષ્પવતી રાણુને ખબર પડી તેથી તે વૈરાગ્યથી ચારિત્ર લઈ આરાધના પૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગ ગઈ. અનુક્રમે પુષ્પકેતુ મૃત્યુ પામ્ય અને તેની ગાદીએ પુષ્પગુલ બેઠો.
એકદા તે નગરમાં શ્રી અન્નિકાપુત્ર આચાર્ય આવ્યા. આ અવસરે પુગ્યવતીને જીવ જે દેવતા થયા હતા તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “ આવા કુકર્મથી પુષ્પચુલા નરકને વિષે મા જાઓ.” આમ ધારી તે દેવતાએ પુષ્પભૂલાને સ્વમમાં નરકનાં દુઃખ દેખાડયાં. પછી જાગી ગએલી અને અત્યંત ભય પામેલી પુષ્પગુલાએ સ્વમાની વાત પોતાના પતિને કહી. ભૂપતિએ સવારે દુષ્ટ સ્વમની શાંતિ કરવી પણ દેવતાએ તો પુષ્પચુલાને બીજે દિવસ પણ નરકનું દુઃખ દેખાડયું. બીજે દિવસે સવારે ભૂપતિએ પ્રિયાના કહેવા ઉપરથી પાખંડી લેકેને બોલાવીને તેમને નરકનું સ્વરૂપ પૂછયું. તેમાં કેટલાકે ઉત્કટ દારિદ્રય, કેટલાકે રોગીપણું, કેકલાકે દામ્યપણું અને કેટલાકે પરતંત્રતા એજ નરકનું સ્વરૂપ કહ્યું. સ્વમામાં અને તે લેકના કહેવામાં ફેરફાર પડવાથી રાણીએ ભૂપતિને કહ્યું “હે સ્વામિન્ ! આ સર્વ મિથ્યા છે.” પછી ભૂપતિએ અગ્નિકાપુત્ર આચાર્યને સ્વમાની વાત પૂછી, એટલે તેમણે નરકની યથાર્થ શાસ્ત્રના વચનથી વાત કરી. પુષ્પગુલાએ સત્ય બોલનારા ગુરૂને કહ્યું