________________
શ્રા “જય અને વિજય નામના મુનિવરેની કથા. (૧૭૩)
नवनीतं यथा दनः-वंदनं मलयादिव ॥
औषधेभ्योऽमृतं यद-द्वेदेष्यारण्यकस्तथा ॥ १ ॥ - જેમ દહીંનું સાર માખણ, ચંદનનું સાર મલયાગર ચંદન અને ઔષધિનું સાર અમૃત છે, તેમજ વેદને વિષે સાર રૂપ આરણ્યક છે. તે આરણ્યકમાં સત્ય, તપ, સંતેષ, ક્ષમા, ચારિત્ર, માર્દવ, શ્રદ્ધા, ધૃતિ, અહિંસા અને સંવર એ દશ પ્રકારને ધર્મ સારરૂપ કહેલો છે. અગ્નિહોત્રને યજ્ઞ કહેલો છે. તેમાં ભાવ યજ્ઞ તે કહેલો છે. ભાવ યજ્ઞ તે સંયમ કહેવાય છે. તત્વવેત્તાઓએ સંયમાર્થિને યજ્ઞાર્થિ કહ્યો છે. સંયમજ યજ્ઞાર્થિનું મુખ છે. વિદ્વાન પુરૂષોએ કાશ્યપ શબ્દથી શ્રી રૂષભ તીર્થંકર કહ્યા છે. તેમણે જ પ્રથમ ધર્મકર્મનું નિરૂપણ કરેલું હોવાથી તે પોતે ધર્મનું મુખ છે. આરણ્યકમાં કહ્યું છે કે “ઋષભ પ્રભુ પોતે બ્રહ્મા છે, અને તે પોતે પ્રભુએ વેદાને પ્રગટ કર્યો જ્યારે તે ઋષભ પ્રભુ તપથી પરમપદ પામ્યા ત્યારે બ્રાર્ષિઓએ તેજ વેદોને ફરી અભ્યાસ કરી તૈયાર કર્યા.” ઈત્યાદિ. વળી તમારું બ્રહ્માંડ પુરાણ સર્વ પુરાણમાં મોટું છે, તેને માટે વિદ્વાનોએ કહ્યું છે કે જેમ દહીંનું સાર માખણ અને ચંદનનું સાર મલયાગર છે તેમ પુરાણમાં બ્રહ્માંડ પુરાણુ સારરૂપ છે. તે બ્રહ્માંડ પુરાણમાં આ વચન છે, કે ઈવાકુકુલમાં ઉત્પન્ન થએલા નાભિ રાજાના અને મરૂદેવીના પુત્ર શ્રી ઋષભ પ્રભુએ પિતે દશ પ્રકારનો યતિધર્મ આચરેલે છે. જેઓ રાગરહિત, સ્નાતક અને નિગ્રંથ છે તેમના માટે જ એ પરમેષ્ઠી મહર્ષિ શ્રી ઋષભ પ્રભુએ કેવળજ્ઞાનથી તે ધર્મ પ્રવર્તાવ્યો છે, અને યુગાદિકને વિષે કહ્યો છે. શ્રી ત્રાષભ પ્રભુજ ધર્મનું મુખ હતા તે જણાવવા માટે જે માહામ્ય કહ્યું છે તે આ પ્રમાણે જેમ ગ્રહાદિ નક્ષત્રો પોતાની શોભાથી ચંદ્રને ચારે તરફ સેવે છે. તેમજ દેવેંદ્રાદિ દેવતાઓ પણ હર્ષથી તે શ્રી ઋષભ પ્રભુને સેવે છે. જેઓ અજ્ઞાની, હિંસક, જુઠું બોલનારા, નહિ આપેલી વસ્તુ લેનારા, અબ્રહ્મચારી અને આરંભવાળા છે તેને બ્રાહ્મણે ન જાણવા. પણ જે લોકમાં અગ્નિની પેઠે નિત્ય પૂજાય છે, અને જે પૂછેલું સત્ય કહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે કયારે પણ શેક કરતો નથી તેમજ આસક્તિ રાખતા નથી વળી જે અરિહંતના વચનને વિષે પ્રીતિ ધરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ સોનું ચોખ્ખું હોય છે, તેમ જે રાગ દ્વેષ અને ભય વિનાનો હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે તપસ્વી, શુદ્ધ ભિક્ષા ભોજન કરનાર, દુર્બળ અંગવાળે, સારા વ્રતવાળે અને નિર્વાણને પામેલો હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે પૃથિવ્યાદિ સ્થાવર છેને, દ્વીંદ્રિયાદિ ત્રસ જીવેને જાણને નથી હણને તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્રોધથી, લોભથી તેમજ પરવશપણાથી મૃષા ભાષણ કરતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે સચિત્ત અથવા અચિત્ત, ગેડી અથવા વધારે અદત્ત વસ્તુ નથી લેતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે મન વચન અને કાયાએ કરીને દિવ્ય માનુષ્ય અથવા તિર્યંચ