________________
(૧૪)
બી ગષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ ખવાઈ ગએલા બચાવાલી પક્ષિણ કેઈ સ્થાનકે પ્રીતિ પામતી નથી તેમ માણસ, મૃત્યુ વિગેરે ઉપદ્રવથી વ્યાસ એવા આ નર ભવને વિષે પ્રીતિ પામતા નથી. માટે હું હિંસા અને અશાંતિરહિત તેમજ મૃદુતા તથા સરલતા યુક્ત થઈ વળી પરિગ્રહના આરંભને ત્યજી દઈ ચારિત્ર અંગીકાર કરીશ. કયા અવિવેકી પ્રાણીઓ વનમાં દાવાનળથી બળતા એવા જીવને જોઈ બહુ હર્ષ પામે? હા હા, કામ ભેગને વિષે ચ્છિત થએલા મૂઢ માણસે, અવિવેકી પુરૂષની પેઠે મૃત્યુ વિગેરે દાવાનલા અગ્નિથી તપ્ત થએલા જગતને નથી દેખતા ? પ્રિયા અને પુત્ર યુક્ત ભૃગુએ, ભેગને ભેગવી તથા ત્યજી દઈ જેમ સંસારથી ઉગ પામી સર્વ સંગ ત્યજી દીધે, તેમ હે રાજન ! ભેગને ભેગવી રહેલા તમે શા માટે સંગને ત્યજી દેતા નથી ? શું તમને આ ભવમાં જરા મૃત્યુ વિગેરેથી ઉત્પન્ન થએલું દુઃખ નથી થવાનું ? ”
રાણીનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલા અને પ્રતિબોધ પામેલા પુકાર ભૂપતિએ સર્વ સંગ ત્યાજી દીધે. પછી ઈષકાર ભૂપતિએ રાણી, પુરોહિત, તેના બે પુત્ર અને સ્ત્રી સહિત ચારિત્ર લીધું. નિર્મળ મનવાળા તે છએ જણા વિશુદ્ધ ચારિત્ર પાળી દીર્ધકાળે મોક્ષ પામ્યા. 'श्री इषुकार' आदि छ महर्षिओनी कथा संपूर्ण.
-reconna खत्तियमुणिणा कहिआई, जस्स चत्तारि समवसरणाई ॥
तह पुवपुरिसचरिआई, संजओ सो गओ सिद्धिं ॥१७॥ ગાલિ નામના ક્ષત્રિય મુનિએ જે સંયત મુનિના ધર્મવિચારના સ્થાન તથા તેમના પૂર્વ પુરૂષનાં ચરિત્ર કહ્યાં તે સંયત રાજર્ષિ મોક્ષ પામ્યા છે ૧૭ છે
*'श्रीसंयत' नामना राजर्षिनी कथा *
જ
કપીલ્ય નગરમાં મહા તેજવંત, બલવંત અને પ્રજાનું પાલન કરવામાં તત્પર એ સંયત નામે ઉત્તમ રાજા રાજ્ય કરતે હતે. એકદા કુસંગથી પ્રેરાએલે તે ભૂપતિ અશ્વ, હસ્તિ રથ, ઉદંડ પાયદલ અને બીજી સેનાને સાથે લઈ મૃગયા રમવા ગયો. માંસના લોભી અને અશ્વ ઉપર બેઠેલા સંયત ભૂપતિએ, કેશર નામના ઉપવનમાં બહુ મૃગને લેભ પમાડીને બહુ ખેદ યુક્ત થએલા તે મૃગને મારી નાખ્યા. તે ઉપવનમાં કઈ તપસ્વી રાજર્ષિ અખોડ મંડપમાં ધર્મધ્યાન કરતા હતા. રાજાના ભયથી કેટલાક મૃગે તે રાજર્ષિની પાસે જતા રહ્યા. અશ્વ ઉપર બેઠેલે ભૂપતિ પણ તેઓને પ્રહાર કરતે કરતે ત્યાં જઈ પહએ તો તેણે સ્વાધ્યાયના ધ્યાનમાં બેઠેલા તે મુનિને દીઠા. મુનિને જોઈ ભયબ્રાંત થએલો રાજા મનમાં વિચાર કરવા લાગે કે મુનિને શરણે રહેલા મુગોને મેં માર્યા છે તેથી મેં નિચે કાંઈક મુનિને પણ હણ્યા કહેવાય, ”