________________
( ૧૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
“ અરે માર્કીના પુત્રા ! તમે મ્હારી સાથે દીર્ઘકાલ ભાગે ભાગવી અત્યારે મને કહ્યા વિના કેમ નાસી જાઓ છે ? ધિક્કાર છે કૃતઘ્ર એવા તમેાને, જો તમે પેાતાનું જીવિત ઈચ્છતા હા તે આ સેલયક્ષને ત્યજી દઈ ઝટ મ્હારી સાથે ચાલા, નહિ તેા આ ખર્ડુ વડે તમારાં મન્નેનાં મસ્તક છેદી વૃક્ષના લની પેઠે સમુદ્રમાં પાડી નાખીશ. ” દેવીનાં આવાં કહેર વચન સાંભળીને પણ નિર્ભીય રહેલા તે બન્ને જણાએ ત્રાસ પામ્યા વિના સમુદ્રમાં ચાલવા લાગ્યા. દેવી જ્યારે તેઓને ભયંકર ઉપસર્ગથી ચલાવવા સમર્થ થઇ નહીં ત્યારે તે અનુકુલ ઉપસર્ગથી ક્ષેાભ પમાડવા લાગી. દિવ્ય શૃગાર ધારણ કરી કટાક્ષ ફૂંકતી અને હાવભાવ દેખાડતી તે દેવી ફરી તેમના પ્રત્યે કહેવા લાગી.
હું પ્રાણપ્રિય જિનરક્ષિત તથા જિનપાલિત ! હા હા ! તમે અન્ને જણા મને એક્લીને અહિ મૂકી કેમ ચાલ્યા જાઓ છે ? મેં સ્વમમાં પણ તમને જરા પીડા પમાડી નથી તેમજ ક્યારે પણ તમારી આજ્ઞા ઉદ્ધૃધન કરી નથી ! હું પ્રાણનાથ તમે મને હમણાં પુણ્યથી પ્રાપ્ત થએલા છે, છતાં તમારા અપરાધ વિના મ્હારી ઉપરના માહ ક્યાં જતા રહ્યો ? તમારા વિના હું મદભાગ્યવાળી થઇ છું, તેા હવે મ્હારા દિવસેા શી રીતે જશે ? મ્હારૂં શરીર, સંપત્તિ અને નિવાસસ્થાન વિગેરે સર્વ નિષ્ફલ થયું. ” દેવીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ જિનપાલિતનું મન જરા પણ અસ્થિર થયું નહીં પણ જિનરક્ષિત તા કંઇક ચલચિત્ત થયા. દેવીએ તેને અધિ જ્ઞાનથી ચલચિત્ત થએલા જાણી કહ્યુ, “ હે પ્રાણનાથ જિનરક્ષિત ! હું તને જેવી પ્રિય હતી તેવી જિનપાલિતને નથી તેમજ તું મને જેવા હંમેશાં પ્રિય હતા તેવા ક્યારે પણ જિનપાલિત નહેાતા. હું નાથ ! હા હા, નિ:કૃત્રિમ સ્નેહવાળી, વિયેાગથી આક્રોશ કરતી અને સ્નેહવાળી મને તું અપરાધ વિના ન ત્યજી દે. હું જિનરક્ષિત ! તું એકવાર તે મ્હારૂં મુખ જો. ઉત્તમ પુરૂષો સ્નેહવત સ્વજનને વિષે દક્ષિણ્યતારહિત થતા નથી.” દેવીનાં આવાં સ્નેહયુક્ત વચનથી છિન્ન ભિન્ન થએલા ચિત્તવાલા જિનરક્ષિતે પાતાના બંધુએ વાર્યા છતાં પણ દેવીના મુખ સામું જોયું. પછી સેલકયક્ષે જિનરક્ષિતને ચલચિત્ત થએલા જાણી અત્યંત ક્રોધ પામી પેાતાની પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં પડતા એવા તે જિનરક્ષિતને “ અરે તું મને મૂકીને ક્યાં જાય છે ? ” એમ કહેતી એવી તે નિર્દય દેવીએ ક્રોધથી તુરત હાથવડે પકડયો અને ફરી આક્રોશ કરતા એવા તેને આકાશમાં ઉચ્ચાલી તેના શરીરના કકડે કકડા કરી દશ દિશામાં બલીદાન રૂપે ફેકી દીધા. જિનપાલિત તા દેવીના અનુકુલ, પ્રતિકુલ અથવા મેહકારી વચનથી જરાપણુ ક્ષેાભ પામ્યા નહીં તેથી ભગ્ગાચ્છાહવાળી તથા શાંત થએલા ચિત્તવાળી તે રત્નદ્વીપની દેવી પેાતાના સ્થાનકે ગઇ.
પછી સેલકયક્ષ નિર્વિઘ્રપણે સમુદ્ર ઉતરી સમાધિથી જિનપાલિતને ચંપાપુરીના મ્હાતા ઉદ્યાનમાં લાવ્યેા. ત્યાં તેણે પોતાની પીઠ ઉપરથી જિનપાલિતને ઉતારીને