________________
(૧૪૨)
મીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. इकारसअंगधारी सीसा वीरस्स मासिएणगओ ॥
सोहम्मे जिणपालिय नामा सिभिस्सइ विदेहे ॥ १०७ ॥ અગીયાર અંગના ધારણહાર અને શ્રી મહાવીર પ્રભુના શિષ્ય જિનપાલિત નામના મુનિ એક માસના અનશનથી મૃત્યુ પામી સધર્મ દેવલેકે ગયા. ત્યાંથી તે મહા વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. ૧૦૭ છે
| | વિનતિ નિની યા | આ ભરત ક્ષેત્રમાં શત્રુઓથી નિષ્કપ એવી ચંપા નગરીને વિષે ધનવંત પુરૂપોમાં શ્રેષ્ઠ એવો માર્કદી નામે સાર્થપતિ રહેતું હતું. તેને ઉત્તમ આકૃતિવાલી, અનેક પુણ્યકાર્ય કરનારી, શીલગુણની શોભાવાલી અને વિનયકામાં શ્રેષ્ઠ એવી ભદ્રા નામે સ્ત્રી હતી. પરસ્પર વિષયસુખ ભેગવતા એવા તે બન્ને જણાને જિનરક્ષિત અને જિનપાલિત નામે બે પુત્રો થયા. પિતાએ તે બન્ને પુત્રને કલાચાર્ય પાસે સર્વ કલાને અભ્યાસ કરાવી ઘર વેપારના કામમાં જોડ્યા.
એકદા તે બન્ને ભાઈઓ પરસ્પર એકાંતમાં એવી વાર્તા કરવા લાગ્યા કે “આપણે અગીયારવાર સમુદ્રની મુસાફરી કરી છે તેમાં સર્વ વખતે દ્રવ્ય મેલવી, કૃત કાર્ય થઈ સુખ યુકત નિર્વિષ્ણપણે આપણે પોતાના ઘર પ્રત્યે આવ્યા છીએ, માટે હમણું બારમી મુસાફરી કરવી જોઈએ.” એમ વિચાર કરી તેઓએ પોતાના પિતાને કહ્યું “હે માતાપિતા! જે આપ અમને ઝટ આજ્ઞા આપે તે અમે દ્રવ્યની પ્રાપ્તિને અર્થે બારમી વખત સમુદ્રની મુસાફરી કરીએ.” માતા પિતાએ કહ્યું: “હે પુત્રા ! તમેએ આપણા ઘરને વિષે બહુ સંપત્તિ એકઠી કરી છે, વળી તમારી યુવાવસ્થા છે અને રૂપલાવણ્યથી તમારે મને હર સ્ત્રીઓ છે તેથી તમે બંને જણા તે સ્ત્રીઓની સાથે સંભોગ ભેગવો. હે પુત્રો ! હમણાં તમારે કષ્ટકારી એવી સમુદ્રની મુસાફરી કરવાની નથી. કહ્યું છે કે પુરૂષોએ ક્યારે પણ અતિ લોભ કરવો નહીં. વળી બીજા માણસો પાસેથી મેં બહુ વખત સાંભળ્યું છે કે માણસને સમુદ્રની બારમી મુસાફરી વિઘકારી થાય છે.” પિતાના આવા એક બે ત્રણ વાર કહેલા વચન સાંભળીને પણ પુત્રોએ કહ્યું. “હે માતાપિતા ! બારમી મુસાફરી ગમે તેટલી દુષ્કર હોય પરંતુ અમારે બારમી વખતની મુસાફરી કરવી. સત્યરૂષોનું એજ બળ છે જે પિતાનું કહેલું પોતે પાળવું.”
પછી તે પુત્રને ઘેર આગ્રહ જાણી માતા પિતાએ કહ્યું. “જેમ તમને સુખ ઉપજે તેમ કરે.” માતા પિતાની આજ્ઞા મલી એટલે તે બહુ હર્ષ પામેલા તે બન્ને જણ નાના પ્રકારના બહુ કરીયાણાથી વહાણેને ભરી બલી કર્મ કરી (એટલે પ્રભુની પૂજાદિક) મંગલિક કરી શુભ દિવસે હર્ષ પામતા છતા ઉત્સવપૂર્વક સમુદ્ર મધ્યે ચાલ્યા. છેડા