________________
( ૧૪૦ )
ઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરા
“ આ મ્હારા પતિ સારા આચારવાળા છે અને એ ભૂપતિની સ્ત્રી વશ છે માટે નિશ્ચે આજે મ્હારૂં કુકર્મ ઉય આવ્યું. મ્હારા પતિ આવું કાર્ય કરે નહિ છતાં તેમને માથે આવા મિથ્યા આરોપ આવી પડયા તે પૂર્વે સંપાદન કરેલા કર્મને કયા પુરૂષ નિવારી શકે ? આમ છે તેપણ હું ઉપાય કરીશ.” આમ વિચારી મનારમા પોતાના ઘરમાં જઈ જિન પ્રતિમાનું પૂજન કરી અને કાયાત્સર્ગ કરી આ પ્રમાણે કહેવા લાગી
તેને
પ્રવચનની ભક્ત, ઉત્તમ પુરૂષાના વિદ્ઘને દૂર કરનારી અને સમાધિ કરવામાં તત્પર એવી હૈ શાસન દેવી ! મ્હારા પતિના લેશમાત્ર દોષ નથી માટે શ્રાવકામાં સુકુટમણિ સમાન એ શ્રેષ્ટીનું જો તું સાંનિધ્ય કરીશ તા જ હું આ કાર્યાત્સર્ગ પ.રીશ. ” મનેરમા આ પ્રમાણે કહી કાયાત્સગે રહી એટલામાં રક્ષક પુરૂષાએ સુદન શ્રેષ્ઠીને સ્મશાનમાં લઈ જઈ શૂલી ઉપર ચડાવ્યેા. આ વખતે શાસનદેવીના પ્રભાવથી શુલીને ઠેકાણે સુવર્ણ કમલ થયું એટલુંજ નહિં પણ રક્ષક પુરૂષોએ કરેલા મહાર તે શ્રેષ્ટીના શરીરે રેશમી વસ્ત્રો તથા હીરાદિ આભૂષણા થઈ ગયા.
સુદન શ્રેષ્ઠીને આ પ્રકારના જોઇ વિસ્મય પામેલા રાજ પુરૂષાએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિ દધિવાહન પણ તુરત હસ્તિ ઉપર બેસી સુદર્શન શ્રેષ્ઠી પાસે આવ્યા અને તેને વેગથી ભેટી અત્યંત ખેદ કરતા છતા કહેવા લાગ્યા. “ હું શ્રેષ્ઠી ! તમે તમારા પોતાના પુણ્યાદયથી મૃત્યુ પામ્યા નથી. એટલુંજ નહિં પણ પાપી એવા મેં તમને મરણુ કષ્ટમાં નાખ્યા છતાં જે તમે જીવતા રહ્યા છે તે નિશ્ચે તમારા શીલનું માહાત્મ્ય છે. હા હા, પૃથ્વીમાં દધિવાહન વિના ખીજે કાઈ નૃપતિ પાપી, અવિચારી, સમદ અને સ્રીવશ નથી, કે જે મૂઢ તમને મારી નાખવાને નિશ્ચય ો. અથવા ડે શ્રેણી ! આ સઘલું પાપ તમેજ મને કરાવ્યું છે કારણુ મેં તમને મહુવાર પૂછ્યું છતાં તમે મને કાંઈ પણ ઉત્તર આપ્યા નહી. ”
આ પ્રમાણે પોતાના આત્માની નિંદા કરતા દધિવાહન ભૂપતિ સુદર્શન શ્રેષ્ઠીને હાથિણી ઉપર બેસારી સત્પુરૂષાથી પ્રશંસા કરાતા છતા પોતાના ઘર પ્રત્યે લઈ ગયા. ત્યાં સ્નાનાદિ કરાવી, વસ્ત્રાભરણુથી સત્કાર કરી અને વિધિથી ભાજન કરાવી રાજાએ તેને સર્વ વાત પૂછી. શ્રેષ્ટીએ અભયાને અભયદાન આપવાની વિનંતી કરીને પછી અભયરાણીની સર્વ વાત રાજાની આગલ કહી. દૃષિવાહન ભૂપતિએ પણ તુરત અભયારાણીને પાતાના ઘરમાંથી કાઢી મૂકી પછી રાણી પેાતાના આત્માની નિંદા કરતી છતી થાડા કાલમાં મૃત્યુ પામીને વ્યંતરી થઈ. હર્યોત્કર્ષને ધારણ કરતા ભૂપાલે સુદન શ્રેષ્ટીને પોતાના પ‰હસ્તિ ઉપર બેસારી મ્હેાટા મહેાચ્છવ પૂર્વક તેના ઘર પ્રત્યે પહોંચાડયા.
હવે અભયારાણીની ધાવમાતા પ ંડિતા પેાતાના દુષ્કૃત્યથી ભય પામીને નાસી ગઇ, તે કુસુમપુરમાં જઈ ત્યાંની દેવદત્તા ગણિકાના ઘરે રહી ત્યાં પણ તે પંડિતા,