________________
શ્રી ઇંફ્નાગ' નામના મુનિવરની કથા.
( ૧૧૭ )
વકા કરવા લાગ્યા. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે ઇંદ્રભૂતિ એક દિવસ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ ધિક્કાર છે ધિક્કાર છે મને જે મ્હારી ખાલ્યાવસ્થામાં મ્હારાં સર્વ કુટુંમાદિકના ક્ષય થઈ ગયા. મ્હાટા કુળમાં ઉત્પન્ન થએલા અને ભિક્ષાથી આજીવિકા કરનારા મ્હારે અહિં રહેવું ચાગ્ય નથી. કારણ એમ કરવાથી મ્હારી લાકમાં લજ્જા ઉત્પન્ન કરનારી નિંદા થાય છે. જો હમણાં અહિં કાઈ સારી સાથે આવે તે અપુણ્ય એવા હુ તેની સાથે દેશાંતરમાં જઇ કાળ નિર્ગમન કરૂં.” આ પ્રમાણે વિચાર કરતા તે ઇંદ્રનાગ જેટલામાં ત્યાં રહે છે તેટલામાં તે નગરના ઉદ્યાનમાં કોઇ શ્રેષ્ઠ વેપારીના મ્હોટા સાથે આવ્યેા. પછી ઇંદ્રનાગે ત્યાં જઇ સાર્થપતિને કહ્યું કે “ આપ કયાં જવાના છે ?” સાથે પતિએ કહ્યું. “ અમે રાજગૃહ નગર પ્રત્યે જઈએ છીએ.” ઈંદ્રનાગે ક્રીથી કહ્યું. “હે મહાશય ! જો આપ કહા તે હું પણ તમારા સાને વિષે રાજગૃહ નગર પ્રત્યે આવું.” સાથે પતિએ કહ્યું. હે ભદ્રે ! ભલે હમણાં તું પણ મ્હારી સાથે ચાલ. હું હારી લેાજન આસન વિગેરૈની સાર સ*ભાળ કરીશ.” પછી માગે ચાલતા સાર્થપતિએ ભાજન અવસરે તેને આદરથી બહુ સ્નિગ્ધ લેાજનથી જમાડયા. બીજે દિવસ ભાજન વખતે સાર્થ પતિએ તેને કહ્યું. “ હું ભદ્ર જમી લે. “ ઈંદ્રનાગે અજીણુ પણાથી કહ્યું. “ હે સાથે પતિ ! આજે હું જમીશ નહિ. ત્રીજે દિવસે પણ સાથે પતિએ બહુ આગ્રહ કર્યો પરંતુ ઈંદ્રનાગે અજીણુતાથી ભાજન કર્યું નહિ. આવી રીતે ઇંદ્રનાગે ખબે દિવસને આંતરે એક એક વખત ભાજન કર્યે છતે રાજગૃહ નગરની સમીપ આવેલા સા પતિએ વિચાર્યું જે “ અહા નિશ્ચે આ અતિથિ પૂજય અને જગમાન્ય છે કારણ કે જે ખીજાએ આપેલા આહારને ગ્રહણ કરી આ પ્રમાણે તપ કરે છે માટે જો આ અતિથી નિરંતર મ્હારે ઘરે આહાર કરે તેા હું ત્રણ જગમાં માન્ય કહેવાઉં" અને મ્હારૂં ધન પણુ પ્રશંસનીય ગણાય ” આવી રીતે વિચાર કરીને સાથે પતિએ તે ઇંદ્રનાગને કહ્યું. “ હું વત્સ ત્યારે નિર ંતર મ્હારા ઘરને વિષે પેાતાની મરજી પ્રમાણે આહાર કરવા.” સાર્થ પતિનાં આવાં વચન સાંભળી ઇંદ્રનાગ વિચાર કરવા લાગ્યા “ મેં રસ્તામાં અજીર્ણ થવાથી આહાર ત્યજી દીધા હતા પણ તુષ્ટિથી ત્યજો નહાતા છતાં આ સાથે પતિએ મને મહા તપસ્વી જાણ્યા અને તેણે એમ ધાર્યું જે આ મહા તપસ્વી મ્હારા આહાર ગ્રહણ કરીને તીવ્ર તપ કરે છે. જ્યારે મ્હારા કૃત્રિમ તપથી આ સાથે પતિ મ્હારી બહુ ભક્તિ કરે છે ત્યારે જે પુરૂષ સત્ય તપ કરે તે સત્પુરૂષાને પૂજ્ય કેમ ન થાય? માટે હવે પછી હું પણ નિત્યં તેવી રીતે તપ કરીશ કે જેથી મને આ લેાકમાં અને પરલેાકમાં બહુ સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચાર કરી તાપસ થઈ તે ઇંદ્રનાગ છઠ્ઠું વિગેરે ઉગ્ર મહાતપ કરી તે એક સાર્થ પતિને ત્યાંજ પારણું કરવા લાગ્યા. આવી રીતે નિત્ય સ્વભાવથી અજ્ઞાન કષ્ટ કરતા તે ઇંદ્રનાગ સ્વર્ગલેાકમાં મહા તપસ્વી એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી સવે નગરવાસી જના પારણાને દિવસે તેના માટે આહાર નીપજાવી ઘરનાં અન્ય કાર્ય
સત્ય