________________
શ્રી મૃગાપુત્રની કથા.
( ૧૧૩) જે પુરૂષ ભાથા વિના લાંબી મુસાફરી કરવા જાય છે. તે રસ્તામાં સુધા તૃષ્ણથી પીડા પામતે છતે દુઃખી થાય છે, તેમજ જે પ્રાણુ ધર્મકૃત્ય કર્યા વિના ભવાંતરે જાય છે તે રસ્તામાં જતો છતો રોગ શેકાદિકથી પીડા પામીને મહા દુઃખી થાય છે. જેમ જે મનુષ્ય ભાથે સાથે રાખીને લાંબી મુસાફરી જાય છે તે તે માર્ગમાં સુધા તૃષાદિ રહિત છ સુખી થાય છે, તેમ જે પ્રાણી અરિહંત ધર્મનું આચરણ કરી અન્યભવ પ્રત્યે જાય છે તે માર્ગમાં આધિ વ્યાધિ રહિત છતાં બહુ સુખી થાય છે. જેમ ઘર બળવા લાગે છતે તેનો માલીક અસાર વસ્તુને ત્યજી દઈ સાર વસ્તુને ખેંચી લે છે. તેવી રીતે જરા મૃત્યુ ઈત્યાદિરૂપ અગ્નિથી વ્યાકુલ થએલા લોકમાં તમારી આજ્ઞાથી હું હારા આત્માને તારીશ.”
આ પ્રમાણે મૃગાપુત્રે પોતાના માતપિતાને કહે છતે તેઓએ કહ્યું. “હે વત્સ ! સાધુપણું પાલવું અતિ દુષ્કર છે. સાધુઓએ પોતાના શીલાંગરૂપ અઢાર હજાર ગુણો રાત્રી દિવસ ધારણ કરવા જોઈએ. ગમે તે શત્રુ હોય કે મિત્ર હેય પણ સર્વ પ્રાણીને વિષે સમતા રાખવી એ સાધુઓનો ધર્મ છે. મુનિઓને પ્રાણાતિપાતની વિરતિ એ હંમેશાં દુષ્કર છે. નિરંતર અપ્રમત્તપણે મૃષા ભાષાને ત્યજી દેવી અને સાવધાનપણથી હિત કારી બલવું. હે વત્સ ! વલી અદત્ત એવી તૃણ માત્ર વસ્તુને ત્યજી દેવી એ બહુ દુષ્કર છે એટલું જ નહિં પણ અનવદ્ય એષણય આહાર મેળવવો પણ તેવી જ રીતે દુષ્કર છે. ભેગને ભોગવનાર એવા તને મિથુનને ત્યાગ મહા દુષ્કર છે. તેમજ નિરંતર બ્રહ્મત્રત ધારણ કરવું પણ તેવું જ છે. એટલું જ નહીં પણ હમેશાં ધન ધાન્યાદિ પરગ્રહ ત્યજી દેવો નિર્મમત્વપણું રાખવું અને સર્વ આરંભનો ત્યાગ કરવો, એ બહુ દુષ્કર છે. રાત્રીએ ચાર પ્રકારના આહારને પરિત્યાગ તથા દ્રવ્યને સંચય ન કરવો તે પણ દુષ્કર છે વળી સુધા, તૃષાની પીડા, બહુ ટાઢ તથા ઉનાળાનું દુઃખ, મત્સર વિગેરે જીવોની વેદના, બીજાઓથી થએલે પિતાને તિરસ્કાર, તૃણ સ્પર્શવાલી દુઃખદાયી શય્યા અને મલીનતા એ સર્વ અતિ દુષ્કર છે. તાડના, તર્જના, વધ, બંધ, યાચનારૂપ ગોચરી અને લાભનો અભાવ એ સર્વ દુસહ છે. તેમજ મહાત્મા સાધુને ક્રોધરહિતપણે વૃત્તિ, દારૂણ એવો કેશનો લોચ અને ઘોર એવું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું પડે છે. હે પુત્ર! તું સુખને ચગ્ય સુકુમાલ શરીરવાલે છે જેથી નિરંતર આવું શ્રમણપણું પાળવા સમર્થ નથી. જેમ અધર ઉભા રહી ગંગાનો પ્રવાહ ધારણ કરી અને બાવડે હુસ્તર સમુદ્ર તરે એ દુષ્કર છે તેમ સાધુપણુમાં ગુણરૂપ સમુદ્ર તરવો પણ દુષ્કર છે. સાધુપણું વેલુના કેલીયાની પેઠે સ્વાદરહિત છે, અથવા તે મહા તીક્ષણ ખડગની ધારા ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! લેહના ચણા ચાવવા જેવા દુષ્કર સંયમને વિષે હરિ રાજાની પેઠે એકાંત દષ્ટિથીજ રહેવું યોગ્ય છે જેમ અતિ ખ્વાજલ્યમાન એવી દુષ્કર અગ્નિવાલાનું પાન કરવું અશકય છે તેવી જ રીતે વૈવનાવસ્થામાં સાધુપણું પાળવું કર છે. હે પુત્ર! જેવી રીતે મહા વાયુથી કઠી ભરવી દુષ્કર છે. હે સુત ! જેવી