________________
શ્રી શીલાતી પુત્રની કથા.
(૧૦૯) શ્રીની છાતી પુત્રની ગાથા
- ~ ~~ કોઈ એક ગામમાં નિરંતર દુર્વિદગ્ધ બુદ્ધિવાલે કેઈ બ્રાહ્મણ રહેતો હતો. તે અનિંદ્ય ( સારા ) માણસોની નિંદા કરતે એટલું જ નહીં પણ જિનધર્મની નિંદા કરવામાં પણ તે પાછલ રહેતે નહીં. એકદા તે ગામમાં કમુનીરી નામે આચાર્ય આવ્યા. તેમણે તે બ્રાહ્મણને પણ વાદ કરીને ક્ષણ માત્રમાં જીતી લીધો. પછી તે બ્રાહ્મણે તેજ સુગુરૂ પાસે દીક્ષા લીધી, તેમજ દેવતાના વચનથી તે જૈન ધર્મને વિષે સ્થિર થયો, પણ બ્રાહ્મણ જાતિને લીધે તે દુશંકા કરતે હતે. તે બ્રાહ્મણને શાંત એવો જ્ઞાતિવર્ગ પણ અનુક્રમે અરિહંત ધર્મ પાળવા લાગ્યા. વળી તે બ્રાહ્મણને એક સ્ત્રી હતી તે તેના ઉપરથી પોતાને સ્નેહ તજી દેતી નહાતી અને તેથી જ તે પોતાના પતિને વશ કરવા માટે નિરંતર કામણ કરતી. સ્ત્રીના કામણથીજ ક્ષીણ થએલા શરીરવાળે વિપ્રમુનિ ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરી દેવલેકમાં મહટે દેવતા થયા. પેલી સ્ત્રી પણ પિતાના કામણથી જ મૃત્યુ પામેલા એવા પિતાના પતિના સમાચાર સાંભળી વૈરાગ્યથી વ્રત લઈ તેમજ કરેલા પાપની આલોચના લીધા વિના મૃત્યુ પામીને સ્વર્ગને વિષે ગઈ.
હવે પેલો વિપ્રજીવ સ્વર્ગથી ચવીને દુર્ગછા કર્મથી રાજગૃહપુરમાં ધન નામના શ્રેણીની ચિલાતી નામની દાસીની કુક્ષીએ પુત્રપણે અવતર્યો તેનું માણસોએ ચિલાતિપુત્ર એવું નામ આપ્યું. ધન શ્રેષ્ઠીને પણ પાંચ પુત્ર ઉપર એક છઠ્ઠી પુત્રી થઈ માતા પિતાને પ્રિય એવી તે પુત્રીનું સુસુમા નામ પાડયું. ધન શ્રેણીએ પુત્રી ઉપરના પ્રેમને લીધે ચિલાતિપુત્રને પોતાની પુત્રીને રમાડવા માટે તેની પાસે રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા એવાં તે બન્ને જણાં પરસ્પર ક્રીડા કરતાં છતાં પૂર્વના સંબંધથી અત્યંત સ્નેહવંત થયાં.
એકદા ધન શ્રેષ્ઠીએ તે ચિલાતિપુત્રને પિતાની પુત્રીની સાથે પશુકડા કરતે જોઈ ક્રોધવડે પિતાના ઘરમાંથી કાઢી મૂક્યો. પછી તે બાળક ત્યાંથી સિંહગુહા નામની ચોર૫લીને વિષે ગયો ત્યાં તેને પલ્લીપતિએ પુત્ર કરી ઘરમાં રાખ્યો. કેટલેક કાળે પલ્લી પતિ મૃત્યુ પામ્યા એટલે સઘળા ચેર લોકેએ એકઠા થઈ મહોત્સવ પૂર્વક ચિલાતીપુત્રને પલ્ટીપતિ ઠરાવ્યો. નિરંતર સુસુમાને વિષે બહુ રાગ ધરતા એવા તે ચિલાતીયત્રે એક દિવસ સર્વ ચાર લોકોને કહ્યું. “હે ચેરલોકે ! આપણે ચેરી કરવા માટે રાજગૃહ નગરમાં ધન શ્રેણીને ઘરે જઈએ. તેમાં સઘલું દ્રવ્ય તમારું અને ફક્ત સુસુમ મારી ચિલાતિપુત્રનાં આવાં વચન સાંભળી સર્વે ચોર લેક બહુ ઉત્સાહવાલા થયા અને રાત્રીએ તે સર્વની સાથે ચિલાતીપુત્ર રાજગૃહ નગર પ્રત્યે ગયે. પછી ધન શ્રેણીના સર્વે ચાકરેને અવસ્થાપિની નિદ્રા મૂકી મહા ક્રોધ ધરતે ચિલાતીપુત્ર જ્યાં પુત્ર સહિત ધન શ્રેષ્ઠી સુતો હતો ત્યાં ગયો અને તેને કહેવા લાગ્યું કે “અરે ધન! તે મને બાલ્યાવસ્થામાં ઘરથી કાઢી મૂકયો હતો