________________
૫૮
શ્રાદ્ધ ગુણ વિવરણ, શ્રાવક હતું. તેને અનુક્રમે સુભદ્રા નામે પુત્રી ઉત્પન્ન થઈ. તે રૂપ, લાવણ્ય અને સૈભાગ્ય રૂપી અમૃતને જાણે સમુદ્રજ હાય નહીં તેવી ઉત્તમ સુશ્રાવિકા હતી. તેને વરવા માટે અનેક વરેનું આગમન થતું હતું. પરંતુ જિનદતશ્રેણી શ્રાવક શિવાય બીજાને તે કન્યા આપવા ઈચ્છતું ન હતું. કહ્યું છે કે – " विवेकीना धर्मयशोऽनिवृद्ध्यै, समं कुलाचार मिहावलोक्या वराय शुखाय सुता प्रदेया, नेया तथाऽन्यापि मुखोदयाय ॥५॥"
શબ્દાર્થ_વિવેકી પુરૂષે ધર્મ અને કીર્તિના ફેલાવા માટે આ સમસ્ત કુળ અને આચારનું અવલોકન કરી પવિત્ર વરને પોતાની પુત્રી આપવી જોઇએ, અને તેવી જ રીતે સુખની વૃદ્ધિ માટે [ પુત્રાર્થે ] બીજી કન્યા લાવવી જોઇએ. ” " એક વખતે ચંપા નગરીથી બૈદ્ધ ધર્મની શ્રધ્ધાવાળે બુધ્ધદાસ નામે વણિક વેપાર અર્થે વસંતપુરમાં આવ્યું. ત્યાં સુભદ્રાને જોઈ તેના રૂપથી મોહિત થએલા કપટવૃત્તિ શ્રાવક થઈ હમેશાં એવી રીતે ધર્મનું શ્રવણ કરવા લાગે કે જેથી અનુક્રમે તને જાણ થઈ તે ભાવશ્રાવક થયે. તેના અધ્યવસાયને સમજી જિનદત્ત શ્રેણીએ પિતાની પુત્રી તેને આપી; અને પાણિગ્રહણ મહત્સવ કર્યો. કેટલાએક કાળ વ્યતીત થયા પછી તે બુધદાસ વ્યવહારી સુભદ્રાને લઈ ચંપા નગરીમાં આવ્યું. ત્યાં પણ સુભદ્રા જૈનધર્મ પાળવા લાગી. સુભદ્રાની સાસુ અને નણંદ શ્રધ્વની ભક્ત હતી, તેથી હમેશાં સુભદ્રાની નિંદા કરતી. આથી બુધ્ધદાસે પૃથફ ઘર કર્યું. ત્યાં સાધુ સાધ્વીઓ ભિક્ષાર્થે આવતા હતા તે જઈ તેની સાસુ વિગેરેને તેના પર દ્વેષ થઈ આવ્યું, તેથી તે કહેવા લાગી કે આ સુભદ્રા સાધુમાં આસક્ત છે. પરંતુ આ વાત તેના સ્વામીને વિશ્વાસ કરવા લાયક લાગી નહીં. એક વખતે બલ, રૂપ અને ગુણયુક્ત અને જાણે મૂર્તિમાન ચારિત્ર જ હોય નહીં એવા કઈ જિનકલ્પી સાધુ તેને ઘેર આહાર લેવાને અર્થે આવ્યા. તે વખતે પવનથી પ્રેરાએલું તરણું કોઈ પ્રકારે તે સાધુના નેત્રમાં પ્રવેશ કરી ગયું. તે મુનિશ્રી પિતાના શરીરને ઉપચાર કરવામાં વિમુખ હાવાથી તેમણે તે તરણાને નેત્રમાંથી દૂર કર્યું નહીં. પણ આહાર આપતી વખતે સુભદ્રાએ આ મુનિશ્રીનું નેત્ર વિનાશ ન પામે એમ ધારી તેને ચાતુર્યથી તે મુનિ મહાશયના નેત્રમાંથી છવ્હાએ કરી તે તરણું ઉપાડી લીધું. તે અવસરે સુભદ્રાના લલાટનું તિલક મુનિશ્રીના લલાટમાં સંક્રમણ થયું, તે સુહાની