________________
શ્રાદ્દગુણ વિવરણ. કાર્યો કરતાં અટકવું પુનઃ પુનઃ વિચાર કરો અને હારીનિંદિત કાર્ય કરવાની મતિ કેમ થાય છે, એમ વિચારી દુર્મતિને બનતે પ્રયત્ન ત્યાગ કરે.
. લક્ષમીના સંબંધમાં પૂર્વે સૂચવેલું ધનશ્રેષ્ટિનું ઉદાહરણ આ પ્રમાણે છે.
કાંચનપુરમાં સુંદરશ્રેષિને ધનશ્રેણિનામે પુત્ર નવાણુલાખ દ્રવ્યનો સ્વામી હતે. પંચાવન લાખ પૂર્વજોના કમથી આવેલા હતા અને ચુંમાલીશ લાખ પિતાના પિતાએ ઉપાર્જન કરેલા હતા. જ્યારે પિતાના પિતા પરલોક ગયા ત્યારે તે ધનશ્રેષ્ટિએ ક્રોડ દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી ગૃહકાર્ય અને ધર્મકાર્ય વિગેરેના ખર્ચમાં એક લાખ દ્રવ્યને ઘટાડે કર્યો તે પણ વર્ષની અને હિસાબ (સરવૈયું) તપાસતાં કેટલાંએક કરીયાણાના ભાવ ઉતરી જવાથી તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. ખર્ચ ઘટાડવાથી પણ અધિક દ્રવ્ય થયું નહીં. પછી બીજા દેશોમાં જઈ પંદર પ્રકારના કર્માદાનેથી વેપાર કરતાં તેણે એક કેડથી અધિક દ્રવ્ય ઉપાર્જન કર્યું. દેશાંતરથી પાછા ફરતાં રસ્તામાં ભીલએ તેનું સઘળું દ્રવ્ય લુંટી લીધું અને કાંઈક ગુપ્ત રાખેલાં આભૂષણ વિગેરે સારવસ્તુને લઈ તે ધનશ્રેષ્ઠિ પિતાને ઘેર આવ્યા, અને બીજીવાર હિસાબ (સરવૈયું) તપાસતાં પણ પૂર્વે હતું તેટલુંજ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. પછી ઘણું લેભથી આકુળ વ્યાકુળ મનવાળા તે ધનશ્રેષ્ટિએ પલ્લી અને તેની આજુબાજુના ગામમાં જઈ, ચેરેએ ચેરી કરીને આણેલી વસ્તુઓ સસ્તા ભાવથી લેવી, ચેરેને મદદ આપવી અને રાજકાયદાનું ઉલંઘન કરવું વિગેરે પ્રકારથી તેણે સવાડ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી કોઈ ગામમાં અગ્નિથી તે સઘળું બળી જવાથી પિતાના આત્માની નિદામાં તત્પર થયેલે તે ધનશ્રેષ્ટિ ઘેર આવ્યો તેને જિનદત્ત નામના તેના મિત્રે પ્રતિબંધ કર્યો કે “હે મિત્ર! ખરાબ વેપારથી દ્રવ્ય અને ધર્મની હાનિ તું ન કર, અને ઘર વિગેરેને ખર્ચ પણ પૂર્વે જેટલે કરતે હતું તેટલાજ કર” પછી તે ધનશ્રેષ્ઠિ પૂર્વની પેઠે ખર્ચ વિગેરે કરી વેપાર કરવા લા. એક વખતે તેણે લાખ દ્રવ્યના સ્વામીઓથી કરાતી કેટી ધ્વજ વાળા ગૃહસ્થની અભ્યસ્થાનાદિ ભક્તિને જોઈ, ૧ સાધન (મંત્રાદિ,) ૨ વાહન | (ઘોડા પ્રમુખ) અને ૩ ખાણ એ ત્રણ પ્રકારથી ઘણું દ્રવ્ય ઉપાર્જન થાય છે, એમ શ્રવણુકરી પ્રથમ ઘેડાને વેપાર કરવા માંડે. પછી મિત્ર પ્રમુખે તે ધનશ્રેષ્ઠિને વાર્યો તે પણ તે વહાણે ચઢયે, ત્યાં તેણે ઘણા પ્રમાણુ દ્રવ્ય મેળવ્યું. પછી એક કોડની કિંમતનું રત્ન પિતાની જંઘામાં ઘાલી પાછા આવતાં તેનું વહાણ ભાંગી ગયું અને