________________
૨૦
વિરાએ સિદ્ધગીરી પર રહેલા ચૌમુખજીની ટુંકમાં આવેલા દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવો શરૂ કરેલ તે વોરા હઠીસંગભાઈએ પૂર્ણ કરાવ્યો હતો.
ભાવનગર શહેરની બહાર આવેલા દાદાસાહેબના સ્થાનથી ઓળખાતા ભવ્ય જિનાલયમાં જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો ત્યારે શેઠ હઠીસંગભાઈએ ઉદારતાથી એ જિનાલય ઉપર ધ્વજદંડ ચડાવ્યો હતો. અદ્યાપિ તે કાયમ દર વરસે પિતાના તરફથી ચડે છે. સંવત ૧૯૫૫ ના વર્ષમાં શેઠ હઠીસંગભાઈએ ઘરદેરાસરની સ્થાપના કરી તેમાં રૂપાની છત્રીમાં પ્રભુને પધરાવી પ્રતિષ્ઠાને માટે ઉત્સવ કર્યો હતો. આ પ્રતિષ્ઠાની શુભ ક્રિયા પન્યાસજી શ્રી ગંભિરવિ
જ્યજી મહારાજના હાથથી કરવામાં આવી હતી. આ મહત્સવમાં તેમના સૌભાગ્યવંતા પત્નિ દીવાળીબાઈને ઉપધાન વહેવરાવવામાં આવતાં પ્રથમ માળા તે પરમ પૂજ્ય પન્યાસજીને હાથે પહેરાવવામાં આવી હતી અને તે પ્રસંગે સમસ્ત સંધકૃત નંદિશ્વરદીપની રચના કરવામાં આવી હતી. જે પ્રસંગે મોટો વરઘેડે, રાત્રિજાગરણ વગેરે ઘણી ધામધુમ થઈ હતી. આ બધા પ્રસંગેમાં નવકારશી અને સ્વામીવાત્સલ્યના મહોત્સવે ઘણી ઉદારતાથી પિતાના તરફથી ઉજવવામાં આવ્યા હતા,
આ સિવાય તેવા પ્રકારના બીજાં કાર્યોમાં એ ઉદાર શેઠે પિતાની લક્ષ્મીને સદુપયોગ કરેલો છે અને તેવી રીતે વર્તમાન કાળે પણ કરે છે. શેઠ હઠીસંગભાઈએ જેવી રીતે દેવ-ગુરૂની સેવામાં પોતાની ઉદારતા દર્શાવી છે, તેવી
રીતે તેમણે બીજી ધાર્મીક સખાવત પણ કરેલી છે. સં. ૧૯૪૯ ના વર્ષમાં ધાર્મીક સખાવત. પિતાના ઉપકારી ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્રજી પાઠશાળાનું સ્થાપન થયું તે વખતે
એક સારી રકમ અર્પણ કરી એ શુભ કાર્યને સમારંભ તેમના તરફથી થયો હતો. જ્યારે તે ભાવનગર શહેરના પરમ ઉપકારી ગુરૂએ સ્વર્ગવાસ કર્યો ત્યારે તેમના અગ્નિદાહના સ્થાપન ઉપર તે ગુરૂની ચરણપાદુકાના સ્મરણરૂપ સ્તુપની ક્રિયા પણ તેમણે બંધુ અમરચંદભાઈ સહીત મુખ્ય રીતે કરી હતી.
દાદાસાહેબની વાડીમાં યાત્રાળુઓ ઉતરવા માટે પોતાના ખર્ચ એક મકાન બંધાવી સંઘને અર્પણ કરેલ છે જેમાં યાત્રાળુઓ ઉતરવાને લાભ લે છે, તે સિવાય સિદ્ધગીરીની છાંયામાં આવેલા દેપલા નામના ગામમાં ત્યાંના શ્રી સંઘે કરેલા નવીન જિનાલયમાં પિતાના તરફથી જિનપ્રતિષ્ઠા કરવાને તેઓ મોટે સંધ લઈને ગયા હતા. અને તે પ્રસંગે સર્વ લેકોને વાહન-ભોજન વગેરે સામગ્રીને તમામ ખર્ચ આપી તે ગામના સર્વ વર્ણને ભોજન આપ્યું હતું. એજ વર્ષમાં તેમના તરફથી સારો ધનવ્યય કરવામાં આવ્યો હતો. સ્વર્ગવાસી મહેપારી શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપદેશથી શેઠ હઠીસંગભાઈએ પિતાના વડીલ બંધુ અમરચંદભાઈ સાથે રહી સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણામાં એક સુંદર ધર્મશાળા બંધાવી છે જે પવિત્ર સ્થાનમાં બંને ભાઈઓએ સારી રકમ ખરચી પોતાના નિર્મલ નામને એ પવિત્ર ગીરીરાજની છાયામાં ચિરસ્થાયી કરેલું છે. જેનો લાભ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંધ સદાકાળ લીધા કરે છે. દાદાસાહેબમાં ઉઘાડવામાં આવેલ જેન બેડ'ગમાં તેમના તરફથી અમુક