________________
બંધુ થાય છે તેમની સાથે રહી શેઠ હઠીસંગભાઈએ કેટલાએક ધર્મકાર્યો કરેલાં છે જેમાં તેઓ બંને ભાઈઓ લક્ષ્મીની જેમ પુણ્યના પણ સાથે જ ભાગીદાર બનેલા છે.
શેઠ હઠીસંગભાઈના પિતામહી ઝીણીબાઈ ઘણા ધમષ્ટ હતાં. તેમણે સંવત ૧૯૨૦ની શાલમાં સિદ્ધાચલની યાત્રા માટે એક મહાન સંઘ કાઢયો હતો. જેમાં તેમના બંને પૌત્રાએ લક્ષ્મીને સારો વ્યય કર્યો હતો. નવકારશ્રીનું મહાભોજન કરાવી વૃતધારીઓને માટે એક મોટી રકમ અર્પણ કરી હતી. જેમાંથી પૌષધ વૃતધારી શ્રાવકૅને અદ્યાપિ પારણા ભોજન અપાય છે.
શેઠ હઠીસંગભાઈએ સંવત ૧૯૨૩ના વર્ષમાં પિતાના જયેષ્ટ બંધુ અમરચંદભાઈ સાથે કેશરીયાજી-આબુજીની યાત્રા કરી હતી. એ યાત્રાને પ્રસંગે તારંગા-રાણકપુરજી અને મારવાડી પંચતીર્થોની યાત્રા થઈ હતી. તે સત્કાર્યમાં તેમણે ધાર્મિક સખાવતો સારી કરી હતી. તે પછી શેઠ હઠીસંગભાઈએ પોતાની માતા જવલબાઈને સાથે લઈ સિદ્ધગીરીની નવાણું યાત્રા કરી હતી અને એ પવિત્ર તિર્થમાં લક્ષ્મીની મોટી રકમની સખાવત કરી હતી. આ પવિત્ર પ્રસંગે હમેશાં સ્મરણમાં રાખવાને યાત્રાનું મહાપુણ્ય ઉપાર્જન કરવાને શેઠ હઠીસંગઈ તરફથી સિદ્ધવડે યાત્રાળુઓને ફાગણ સુદી ૧૩ ને દિવસે પાથેય (ભાનુ) આપવાને એક રકમ કાઢવામાં આવેલી છે. આ સિવાય બીજી ઘણી યાત્રાઓમાં તેમની વ્યાપાર લક્ષ્મીને સદુપયોગ થયેલ છે. સંવત ૧૯૩૪ના વર્ષમાં તેમણે ભોયણું, અમદાવાદ, ખેડા, માતર ખંભાત-વડોદરા, સુરત વગેરે મોટા સ્થળોમાં યાત્રા કરી દરેક સ્થાને ઘણે ખર્ચ કર્યો હતો. સંવત ૧૯૩૩ના વર્ષમાં શેઠ હઠીસંગભાઈએ પોતાના બંધુ અમરચંદભાઈ સાથે કાઠીયાવાડમાં જુનાગઢ તથા પંચતીર્થોની યાત્રા કરવા એક મોટો સંઘ કાઢયો હતો અને તેમાં ન્યાયનિધિ શ્રીમદ્ વિજ્યાનંદ સૂરિ (શ્રી આત્મારામજી મહારાજ) વિગેરે કેટલાક વિદ્વાન મુનીઓ સાથે પધાર્યા હતા. સંવત ૧૯૪૧ના વમાં હઠીસંગભાઈએ સમેતશિખરજી વગેરેની મહાયાત્રા કુટુંબ સાથે કરી હતી અને તેમાં દરેક સ્થળે સારી સખાવત કરી હતી. સંવત ૧૯૪૭ની સાલમાં કેશરીયાજી વગેરે પંચતીથી કરી હતી તેવી જ રીતે તેમના પિતાશ્રીએ પણ શિખરજીની યાત્રા કરી હતી. આ પ્રમાણે અનેક યાત્રાઓમાં શેઠ હઠીસંગભાઈએ પોતાના શ્રાવક જીવનની સાર્થક્ત કરી છે. અને તે તે પ્રસંગે ધામક સખાવતેમાં ઉદાર હાથ લંબાવ્યો છે. સરલ હદયના વેરા હઠીસંગભાઈએ પિતાના વડીલ બંધુ અમરચંદભાઈની સાથે મળી
સંવત ૧૯૨૪ના વર્ષમાં શ્રી ગોડીજીના દહેરાસરજીમાં શ્રી શાંતિનાથ ભગવાનના પ્રતિમા સ્થાપન દહેરાસરમાં બીજા બિંબની પ્રતિષ્ઠા કરી હતી અને તે પ્રસંગે તેમના વડીલે અને પ્રતિષ્ઠા વીશ સ્થાનક તપનું ઊદ્યાપન કર્યું હતું. જેમાં તેમની ઉદારતા પ્રકાશી
નીકળી હતી. અને ભાવનગરના શહેરમાં બહેરા કુટુંબને વિજયનાદ થઈ રહ્યો હતો. સંવત. ૧૯૩૫ ના વર્ષમાં ભાવનગરના મોટા જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુના બાજુમાં સુંદર પ્રતિમાનું સ્થાપન શેઠ હઠીસંગભાઈ તરફથી થયું હતું. અને તે પોતાના મહુમ લધુ ભ્રાતા હરજીવનના નામથી અંકિત કરવામાં આવ્યું હતું. જે સત્કાર્ય પોતાના પૂજ્ય માતુશ્રી જવલબાઈને હાથે ઉજવવામાં આવ્યું હતું. વળી શેઠ હઠીસંગભાઈના પિતા ઝવેરચંદ