________________
પંચત્રિશત ગુણવણન. यस्य हस्तौ च पादौ च जिह्वा च सुनियंत्रिता । इन्द्रियाणि सुगुप्तानि रुष्टो राजा करोति किम् ॥ ८ ॥
શબ્દાર્થ –જેના હાથ, પગ અને જીભ સારી રીતે વશ થયેલી છે, તેમજ ઇઢિયે કાબુમાં છે તેને કુપિત થએલો રાજા પણ શું કરી શકવાને ? ૮ છે
હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ફળ બતાવે છે– एवं जितेन्द्रियो मत्यो मान्यो मानवतां भवेत् । सर्वत्रास्खलितो धर्मकर्मणे चापि कल्पते ॥ ९ ॥ શબ્દાર્થ –ઉપર પ્રમાણે જિતેન્દ્રિય મનુષ્ય માનવાળા મનુષ્યને પણ માનનીક થાય છે અને સર્વત્ર ખલના પામ્યા સિવાય ધર્મકાર્યમાં પણ યોગ્ય થાય છે. આ
! તિ વંદાર ગુનઃ . હવે ગ્રંથકાર મહર્ષિ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથને ઉપસંહાર કરતાં કાંઈક વિશેષ બતાવે છે–
સર્વ પ્રકારે ઇંદ્રિયને નિરોધ કરે તે તો યતિ (મુનિ) એને ધર્મ છે. આ સ્થળે તે શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થના સ્વરૂપને અધિકાર હોવાથી ઉપર જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવા પ્રકારના વિશેષ ધર્મની શોભાને પુષ્ટિ કરનાર સામાન્ય ગુણ (ન્યાયસંપન્ન વિભવાદિ) થી વધેલો મનુષ્ય અવશ્ય ગૃહસ્થધર્મને એટલે સમ્યકત્વ મૂળ બાર વ્રતરૂ૫ વિશેષ ધર્મને માટે કલ્પાય છે. અર્થાત્ અધિકારી ગણાય છે. ( ‘વિપો વત' આ પદ દરેક ગુણની સાથે સંબંધ ધરાવે છે, માટે જ્યાં ન હોય ત્યાં પણ જોડી લેવું.)
य एवं सेवन्ते सुकृतरतयः शुद्धमतयो, __विशेषश्रीधर्माभ्युदयदमिमं सद्गुणगणम् । ससम्यक्त्वं धर्म व्रतपरिंगतं प्राप्य विशदं
श्रयन्ते ते श्रेयःपदमुदयदैश्वर्यसुभगाः ॥१॥ શબ્દાર્થ –પુણ્યમાં પ્રીતિ રાખનાર અને શુદ્ધ બુદ્ધિવાળા જે મનુષ્ય વિશેષધર્મના અસ્પૃદયને દેનારઆ (ઉપર જણાવેલા રૂ૫)શ્રેષ્ઠ ગુણસમૂહને ઉપર જણાવ્યા પ્રમાણે સેવે છે, તે અભ્યદય આપનાર એશ્વયથી સારા નશીબવાળા પુરૂષો સભ્યત્વ સહિતનિર્મળ બાર વતરૂપ શ્રાવકધમને પ્રાપ્ત કરી મોક્ષપદને મેળવે છે. આ