________________
ત્રયસિત ગુણવર્ણન. સિંહલદ્વીપમાં રત્નપુરનામે નગરમાં પવિત્ર ગુણરૂપ રત્નને આધારભૂત રત્નપ્રભ નામે રાજા છે, અને તેને વિલાસ કરતી વિજ્યાએ કરી ઉજજવલ તેમજ વિકાશ પામતા શીલરૂપ રત્નને ધારણ કરનારી પાર્વતીના જેવી રત્નાવતી નામે ભાર્યા છે, કેમળ હૃદયવાળી તેણીએ કેઈએક અવસરે હર્ષ પૂર્વક ગુરૂ મહારાજ પાસે અષ્ટાપદ ઉપર દેવવંદન કરવાનો મહિમા સાંભળી વિવેકરૂપ આમ્રવૃક્ષ પ્રત્યે એના જેવી, જિને
ને નમસ્કાર કરવાની ઈચ્છાવાળી અને દઢ નિશ્ચયવાળી રત્નાવતીએ જ્યાં સુધી યાત્રા ન થાય ત્યાંસુધી ભેજનમાં સારભૂત ઘી વિગેરે વિગ નહી લેવા નિશ્ચય કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર વિદ્યાધરે અને દેવતાઓની ગતિ છે, પરંતુ ભૂમિચારિ મનુબેની ગતિ નથી, તેથી અંગીકાર કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થવી ઘણી મુશ્કેલ છે. એમ અંતઃકરણમાં માનતી રાજવલ્લભા વારંવાર આ પ્રમાણે બોલવા લાગી કે–આકાશમાં ગમન કરવાવાળા તે વિદ્યાધરે અને દેવતાઓને ધન્ય છે કે, જેઓ હમેશાં તીર્થ યાત્રાએ કરી પિતાના આત્માને પવિત્ર કરે છે. તીર્થ યાત્રાકર્યા સિવાય મહારે આત્મા તે અકૃતાર્થ છે, એ પ્રમાણે નિરંતર વિચાર કરતી તે રાણી અત્યંત ખેદ કરવા લાગી, તે જોઈ રાજા પણ તેણીના દુઃખથી દુઃખી થયેલો આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે, હારી પ્રિયા રત્નવતીની યાત્રાસિદ્ધિ કેવી રીતે થશે? એવી રાજાની ચિંતાને જાણું લઈ મંત્રીઓએ કહ્યું કે-“હે રાજની આ કાર્યસિદ્ધિ માટે તું ઘણા ખેરવાળો ન થા.” તે પછી મંત્રિઓએ કહેલું રામશેખર દેવની ગુટિકાનું આશ્ચર્યજનક માહાસ્ય સાંભળી મુખ્ય મંત્રિ ઉપર રાજ્યભાર આરેપણ કરી ગુટિકા માટે ઉત્સુક થયેલ અને રાજાઓમાં અગ્રગામી તે રાજા રામશેખર દેવના ભવન પ્રત્યે ચાલ્યા ગયે, તેટલામાં હે પ્રજાપતિ? પરાક્રમના સ્થાનભૂત અને પરોપકાર કરવામાં જાગરૂક થયેલો કેઈએક પુરૂષ ત્યાં આવી પહોંચે. તે વખતે તત્કાળ આવેલા તે પુણ્યશાળી અને અસાધારણ પરાક્રમરૂપ ક્રીડામાં વિલાસ કરનારા ઉત્તમ પુરૂષે એકજ દિવસમાં તે ગુટિકા પ્રાપ્ત કરી અને તે જ વખતે દાનેશ્વરીમાં પ્રધાનપદ ભેગવતા તે મહાન પુરૂષે હમારા સ્વામિ રત્નપ્રભ નરેંદ્રને તે ગુટિકા અર્પણ કરી. તે લઈને તત્કાળ કૃતાર્થ થયેલે હમારે સ્વામી પોતાના નગર પ્રત્યે પાછો આવે કેમકે કાર્યની સિદ્ધિ થતાં ઉત્તમ વિચારવાળે પુરૂષ ખરેખર કેઈપણ ઠેકાણે વિલંબ કરી શકતા નથી. પછી તે ગુટિકાના પ્રભાવથી મહાસતી રત્નપતીને અષ્ટાપદ મહાતીર્થ સંબંધી યાત્રાને મનોરથ પરિપૂર્ણ થયે. તેથી તે અવસરે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગથી વિકાસ પામતે તે નગરીને સઘળે જનસમુદાય આનંદિત થયે, અને તે માટે નિષ્કપટ મને વૃત્તિથી નગરમાં ધર્મ સંબંધી વધામણાં કરાવ્યાં. ત્યાર બાદ આકાશ માર્ગમાં ગમન કરવાની શક્તિ શિવાય આ અભિગ્રહ પૂર્ણ થવે ઘણે મુશ્કેલ છે એ પ્રમાણે રત્નાવતીએ વિચાર કરી નગરની બહાર ચળકતા ચાર દ્વારા