________________
યસ્ત્રિ શત્ ગુણવર્ણન.
૨૭
કેવી રીતે મુક્ત થવાના ? ’ તે પછી તેના વિનયગર્ભિત વચનાથી સ્નેહયુકત હૃદયવાળા રાજાએ અસાધારણ આશ્ચય આપનારી ગુટિકા તે સિદ્ધપુરૂષને સ્વાધીન પ્ર્યની સાથેજ‘હે રાજન! મ્હારા ઉપર પ્રસન્ન થઈ આ ગુટિકાને ગ્રહણ કરી મને અનુગ્રહ કરી ’એ પ્રમાણે સિદ્ધપુરૂષે કહે છતે રાજા બીજી વખત આ પ્રમાણે મેલ્યા- હે કૃતજ્ઞશિરામણુિ ! હુ કાઈનું કંઈપણ ગ્રહણ કરતા નથી તેા હે સિદ્ધપુરૂષ ! ત્હારી આ ગુટિકા
મ્હારાથી કેવી રીતે ગ્રહણ કરી શકાય? પરંતુ હે પતિપુરૂષ ! ઘણા મ્હોટા મહિમાથી આશ્ચર્ય આપનારી અને દુ:ખેથી પ્રાપ્ત થનારી આ ગુટિકા કયાંથી મેળવી શકાય છે. તે હકીકત હું ડાહ્યાપુરષ! મને કહી સંભળાવ્ય ’ આ પ્રમાણે રાજાના આદેશ થતાં તે સિદ્ધપુરૂષ ખેલ્યા કે હું રાજાના મસ્તકેાથી મુકુટાયમાન ચરણુ ! તું સાંભળ, દક્ષિણ દિશામાં અસ્તિ ધરાવતા મલયાચલ નામે એક પત છે તેના અતિ ઉંચા અને સર્વ ઋતુમાં પ્રકૃāિત થનાર વનવાળા શિખર ઉપર રામશેખરદેવનું જગતમાં આશ્ચર્યજનક એક મદિર છે. ત્યાં ખાળમાંથી પડતુ અને મળતા અગ્નિના જેવુ દેવતાનુ સ્નાનજળ જે સાહસિક પુરૂષ પોતાના હાથમાં છ મહિના સુધી ધારણ કરે છે તે પરાક્રમના ખજાનારૂપ તેમજ શુદ્ધવિધિના જાણકાર પુરૂષ દેવની પ્રસન્નતાથી હે રાજન્ ! આવા પ્રકારની શુટિકાને મેળવી શકે છે. વળી આ ગુટિકા માટે અનેક ડાહ્યાપુરૂષષ તે ઠેકાણે આવે છે. પરંતુ કાઇએક પુણ્યાત્મા મહાશય તેણીને પ્રાપ્ત કરી શકે છે. ’ આ પ્રમાણે તે સિદ્ધપુરૂષનું મનેાહર વચન સાંભળી હૃદયમાં વિસ્મય થએલા રાજાએ તે સિદ્ધપુરૂષને ઘણા માનપૂર્વક ત્યાંથી રવાને કરી તેજ શય્યામાં પવિત્ર અને નિશ્ચિત હૃદયવાળા રાજા સુખરૂપ નિદ્રાથી અધ રાત્રિનું ઉલ્લ્લંઘન કરી શય્યામાંથી ઉઠી તરતજ વેશ બદલાવી અત્યંત પરાક્રમી, હાથમાં તરવાર ધારણ કરનાર, કલ્યાણુ કરનાર, મહાન્ પુરૂષાની ગતિને અનુસરનાર અને ચારે તરફથી નિપુણ પરિવારથી પણ નહીં જાણવામાં આવેલા તેમજ રાજાએની અંદર હસ્તિસમાન તે ભરતરાજા પેાતાના દેઢીપ્યમાન રાજભવનમાંથી બહાર નિકળી ગયા. ત્યારખાદ અત્યંત ઉત્સાહ અને નિરતર ગતિથી માર્ગોમાં ચાલતાં તે વેગવાળા રાજાએ નિવિઘ્નપણે ઘણી પૃથ્વીનુ ઉલ્લ્લંધન કર્યું, તેમ કરતાં કેટલાએક દિવસે પછી રાજા તાપની આપત્તિ દૂર કરનાર મલયાચલના શિખરને રત્નના મુકુટસમાન અને હાલતા ચંદન તેમજ કલ્પવૃક્ષની શ્રેણીથી શાલનાર એવા રામશેખરદેવના મંદિરને પ્રાપ્ત થયા. ત્યાં પુષ્કરિણીના જળથી સ્નાન કરી નિર્મળ થએલા, સજ્જનાને પ્રીતિ ઉત્પાદક અને ઇંદ્રિયાને વશ કરનાર તે રાજાએ કમળાને લઈ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં નિષ્કપટ અનુષ્ઠાને કરી પવિત્ર થએલા રાજાએ રામશેખરદેવની પૂજા કર્યા બાદ તે નિષ્કપટ રાજા જેટલામાં સ્નાત્રનુ પાણી ગ્રહણુ કરવા માટે પ્રયત્ન કરે છે તેટલામાં સ્નાત્રના પાણીની ચારે તરફ પરિભ્રમણ કરતા,
૨૮