________________
૧૬
શ્રાદ્ધગુણ વિવરણ,
વિચાર કરવા લાગ્યા કે–તુ. પૂર્વ ઉપાર્જન કરેલા પવિત્ર પુણ્યથી ગર્જના કરતા ગજ અને અવાની શ્રેણીથી વિલાસવાળી રાજ્યસ પથી વૃદ્ધિ પામેલા આ લેકમાં નરપતિ થયા છું, છતાં અત્યંત દુ:ખથી પીડાતા પ્રાણીઓનું રક્ષણ કરવા માટે મ્હારામાં લેશ માત્ર પણ સામર્થ્ય નથી ત્યારે મ્હારી ત્રણ વર્ગની લક્ષ્મી નિષ્ફળ જેવીજ છે. કારણ કે દુ:ખથી પીડાતા પ્રાણીઓના દુ:ખને દૂર કર્યા સિવાય માનિ પુરૂષા સામ્રાજ્યના મ્હાટા વિલાસાને પણ નકામા ગણે છે. વળી જે રાજા આ દુનીયામાં દુ:ખી પ્રાણીઓનુ રક્ષણ કરવામાં સમર્થ નથી, તે ખરેખર ચાંચા પુરૂષથી પણ હુલકાઇને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં ખીલકુલ ગરહિત થયેલા તે રાજા રાત્રિના સુવાના મકાન પ્રત્યે જેટલામાં સુવા માટે જાય છે તેટલામાં સાવધાન થએલા રાજાએ પેાતાની વિશાળ શય્યામાં નિદ્રાવશ થયેલા અને દિવ્ય આકૃતિવાળા એક પુરૂષને જોયા. તેમજ ઉંચા સુવર્ણની અને જયાતિથી વાસભૂમિને પ્રકાશ કરનારી એક ગુટિકા તેના પડખામાં પડેલી રાજાના જોવામાં આવી. તે જોતાંજ આશ્ચર્ય પામેલા અને નિર્મળ હૃદયવાળા રાજા વાસભુવનમાં સુતેલા પુરૂષ પાસેથી તે ગુટિકાને જેટલામાં લેવાની તૈયારી કરે છે તેટલામાં એક્દમ જાગી ઉઠેલે તે પુરૂષ સભ્રમથી ઉંચા આકાશમાં ઉડી તરતજ પાળે પડ્યો અને ભયભીત થએલા ક્ષણવાર ઉભા રહ્યો. તે પછી પ્રાણીઓનુ રક્ષણ કરવામાં તત્પર ભરત રાજાએ તે પુરૂષને પૂછ્યું કે–તુ કાણુ છે! ક્યાંથી આવ્યા છે ? ત્હારૂં આચરણ આવુ કેમ છે? ’ તેના ઉત્તરમાં તે સાહિસક પુરૂષે જણાવ્યુ કે– હે સ્વામિન ? કૃપારૂપ સમુદ્રના મધ્યમાં રહેનાર અર્થાત્ દયા કરવા લાયક હું અનગકેતુ નામના પુરૂષ શુટિકાની સિદ્ધિ થવાથી ઘણા વેગળા આકાશમાર્ગથી શ્રી પર્યંત પ્રત્યે જતાં હું રાજન્ ! બુદ્ધિહીન થયેલા પરંતુ સુંદર હૃદયવાળાએ આ ખાલી સુખશય્યા જોઇ માર્ગના ખેદ દૂર કરવા માટે આ શય્યામાં વિશ્રામ લેતાં જેટલામાં હું નિદ્રાવશ થઉં છુ તેટલામાં તમારૂં આગમન થયું. હવે પછી તમારા પ્રસાદથી હું જીવિતદાન મેળવીશ ’ ત્યારમાદ નરપતિએ જીવાને સુખ આપનારી વાણીના ઉચ્ચાર કર્યો કે- હું મહાભાગ્યશાળી ! તુ નિશ્ચિત હૃદયવાળા થઇ સુખેથી નિદ્રા લે, જેથી હું હારી પાસે રહે ઘણા કાળ સુધી જીવિતને ધારણ કરનાર એવા તને પવન નાંખુ ’· એ પ્રમાણે નરપતિના ખેલવાથી ખુશી થએલા રાજાના ચરણમાં પ્રણામ કરી તે સિદ્ધ પુરૂષ બેલ્યા કે– હે વિશ્વને આધારભૂત ! તુ દેવતાઓને પણ નમસ્કાર કરવા લાયક છે તેમજ ઉપકારગુણ સઘળા ગુણામાં શિરામણી ગણાય છે તે ઉપકાર ત્હારામાં સીમારૂપે પ્રાપ્ત થઇ ત્રણ જગત્ની અંદર જાગરૂક થયા છે એવા રાજાઓના અધિપતિ અને મને આયુષ્યપર્યંત જીવિતદાન આપનાર ત્હારા ઋણથી આ તૃણ જેવા મનુષ્ય