________________
એકેત્રિશતગુણ વર્ણન. શબ્દાથે ગુણવાળું અથવાતે ગુણવગરનું કાર્ય કરનાર પંડિતે પ્રથમ યત્ન પૂર્વક પરિણતિ (વિપાક) ને વિચાર કરે જોઈએ, ઘણી ઉતાવળથી કરેલા કાર્યને વિપાક વિપત્તિ પર્યત શલ્ય પેઠે હૃદયને દાહ કરનાર થાય છે. તે ૪
તેથી હાલ આ અશુભકાર્ય કરવામાં કાળ વિલંબ કરીશ. એ પ્રમાણે વિચાર કરી અભયકુમારે એક જુની હસ્તિશાળા સળગાવી અને નગરમાં ઉદ્દઘોષણા કરાવી કે અંતિઉર સળગ્યું છે. તે પછી તેણે ભગવાન્ મહાવીરસ્વામી તરફ પ્રયાણ કર્યું એટલામાં સમવસરણમાં ધર્મકથા પૂર્ણ થતાં રાજાએ સર્વજ્ઞને વિજ્ઞપ્તિ કરીકે હે ભગવાન ? ચેત્રુણદેવી એક પતિ વાળી છે કે અનેક પતિ વાળી છે? ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે ચેડારાજાની પુત્રી આ ચેલ્લણદેવી શીલરૂપ અલંકારને ધારણ કરનારી છે તેથી હે પાર્થિવ? આ વિષયમાં મન થકી પણ તમો ખરાબ વિચાર કરતા નહીં. આ બીના સાંભળી ભગવાનને નમસ્કાર કરી પશ્ચાતાપ કરતો રાજા એકદમ નગરની સન્મુખ ચાલ્યું. માર્ગમાં તેને અભયકુમાર મલ્યો. તેને પુછયું કે તેં અંતેઉર બન્યું કે નહીં? અભયકુમારે વિનંતિ કરી કે હે રાજન્ ? આ દુનિ યાની અંદર જીવવાને અથી કયો પુરૂષ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે ! તે પછી દ્વેષયુક્ત થયેલ રાજા બે કે “રે દુષ્ટ ! માતાના સમુહને બાળી તેમાં તે પણ કેમ ન પ્રવેશ કર્યો?” અભયકુમારે જવાબ આપે કે-“હે તાત? જિના વચન શ્રવણ કરનાર એવા તમારા પુત્રનું આવા પ્રકારનું મરણ ન થાય. જે તે વખતે આપ પિતાશ્રીએ તેવી આજ્ઞા કરી હોત તો તે પણ હું કરત.”પરસ્પર આવી વાત ચાલે છે એટલામાં રાજાને દુખે કરી મૂર્છા આવી તેને ચંદન વિગેરેથી સ્વસ્થ કરી અભયકુમારે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ! અંતેઉરમાં અગ્નિ નાખ્યો હતો પણ હારી માતાના શીળરૂપ જળથી ઓલવાઈ ગયે. અશુભ મૂહુર્તના સંયોગથી આપનું ફરમાવેલું કાર્ય નિષ્ફળ થયું.” એવું નિવેદન કર્યા બાદ જીર્ણ હસ્તિશાળા બાળવા વિગેરેને વ્યતિકર કહી સંભળાવ્યે તેથી ખુશી થએલા રાજાએ આલિંગન કરી કહ્યું કે “વર માગ ઉત્તરમાં અભયકુમારે જણાવ્યું કે “તમારા પુત્રપણે અને મહાવીર સ્વામીના સુશ્રાવકપણાને પ્રાપ્ત થએ છતે હવે હારે બીજું શું બાકી છે? કે જેને આપવા માટે પિતા અભિલાષા રાખે છે. તેપણુ અવસર આવે સાધુધર્મને અંગીકાર કરું તે વખતે આપે મને અનુમતિ આપવી” શ્રેણીક રાજાએ એ વાતને સ્વીકાર કરી ચેત્રુણાના ભવનમાં પ્રાપ્ત થયું. તે પછી રાજા વિચાર કરવા લાગ્યા કે “પહેલાં પણ ચેલૂણું હારા હૃદયની વલ્લભા હતી. હમણાં તો શ્રી મહાવીરસ્વામીએ તેણીના શીલનું વર્ણન કરવાથી વિશેષ પ્રકારે મને પ્રિય થઈ પડી છે. તેથી જ્યાં સુધી હારી બીજી રાણુઓથી ચેલૂણા માટે કાંઈ પણ વિશેષ ન કરી શકાય ત્યાંસુધી મ્હારા મનને નિવૃત્તિ નહીં થાય.” આ પ્રમાણે વિચાર કરી અભકુમારને કહ્યું