________________
૧૪
લોકપ્રિય થાય છે. અને લેકઝીતિ મેળવવામાંજ ગૃહસ્થ જીવનની ઉચ્ચતા ગણાય છે, તેથી ગ્રંથકારે “કૃતજ્ઞ, અને લેકવલ્લભ થવા રૂપ” અઠયાવીસમા અને ઓગણત્રીશમા ગુણો સારા વિવેચન સાથે દર્શાવ્યા છે. કૃતજ્ઞતાના ગુણ ઉપર વસંતપુરના જિતારિ રાજાને અને લેકવલભાણના ગુણ ઉપર અભયકુમાર મંત્રીને રસિક દષ્ટાંત આપી, ગ્રંથકારે એ ઉભય ગુણોનું ગૌરવ યથાર્થ પ્રતિપાદન કરેલું છે.
ગૃહસ્થ કૃતજ્ઞ અને કપ્રિય થયો હોય છતાં પણ જો તેનામાં લજજા કે દયા ન હોય તે તે ન્યૂનતાવાળો ગણાય છે. તેથી ઉત્તમ ગૃહસ્થ લજજા અને દયા ધારણ કરવી જોઈએ. તેથી ગ્રંથકારે તે પછી “સલજ અને સદય રૂપે 2 ત્રીશ અને એકત્રીશમા ગુણોનું યથાર્થ દિગ્દર્શન કરાવ્યું છે અને તેની પુષ્ટિને માટે અણહિલપુરપાટણના મહારાજા કુમારપાળના મંત્રી આંબડ દેવ અને મહારાજા વિક્રમાદિત્યના સુબેધક દષ્ટાંત આપવામાં આવ્યા છે. અહિં સુધી ગૃહસ્થના વર્તન સંબંધી ગુણે દર્શાવ્યા પછી ગ્રંથકાર તેના આતગુણોનું વર્ણન કહી બતાવે છે કે જે ગુણો ગૃહસ્થ શ્રાવકની માનસિક ઉચ્ચતાને દર્શાવનારા છે. ઉત્તમ સ્વભાવના પ્રભાવને દર્શાવનાર ગૃહસ્થ પ્રથમ તે સૌમ્ય-મનહર આકૃતિવાળો હોવો જોઈએ. દર્શનીય, અને પ્રસન્ન મૂર્તિ ગૃહસ્થના દેખાવ ઉપરથી તેના આંતરગુણે જણાઈ આવે છે. ભયજનક આકૃતિવાળા પુરૂષ દુર્ગુણી હાઈ લેકને ઉઠેગનું કારણ બને છે. તેથી ગ્રંથકારે “સામ” નામે બત્રીશ. ગુણ દર્શાવી રાજા વીરવળનું આકર્ષક દષ્ટાંત આપ્યું છે.
જે સૌમ્ય હોય તે પરોપકારી લેવો જોઈએ. તેમ વળી પરોપકારના ગુણ વગરની સૌમ્યતા નકામી ગણાય છે, તેથી તે ગુણની પછીજ તેત્રીશમા ગુણ તરીકે પરોપકારને ગણેલ છે. ગ્રંથકારે આ સ્થળે પરોપકારના માહાત્મ્યને દર્શાવનારું સારું વિવેચન કરેલું છે. તે ગુણને આકર્ષક બનાવવા માટે વિકમ અને ભરત રાજાના સુબોધક દષ્ટાંતો આપવામાં આવેલા છે. જે વાંચવા ઉપરથી પરોપકારને અદ્ભુત પ્રભાવ વાંચકેના જાણવામાં આવી શકે છે. ઉપર કહેલા સર્વ ગુણોથી યુક્ત થયેલા ગૃહસ્થને સાંસારિક પ્રવૃત્તિઓ વિષમય એવા વિષય જાળમાં ખેંચી ન જાય તેથી છેવટે “અંતરંગ શત્રુ જેવા કામ કેધાદિનો ત્યાગ કરવારૂપ” ચોત્રીશમે. ગુણ દર્શાવ્યો છે. તે પ્રસંગે એ આંતર શત્રુઓનું યથાર્થ સ્વરૂપ બતાવી ગ્રંથકારે ગૃહસ્થને અધ્યાત્મ માર્ગ તરફ વાળવાની સૂચના કરી છે. અને તેની પછી છેવટે “ઇંદ્રિયોને વશ કરવારૂપ” પાંત્રીશમાં ગુણનું સર્વોત્તમ દિગ્દર્શન કરાવ્યું છે. આ મહાન અંતિમ ગુણોને અતુલ પ્રભાવ દર્શાવવામાં ગ્રંથકારે પિતાનું ખરેખરૂં પાંડિત્ય પ્રગટ કરી બતાડયું છે. અને છેવટે આ માર્ગાનુસારી પાંત્રીશ ગુણ કે જેઓનું સેવન કરવાથી અભ્યદય આપનારા ઐશ્વર્યને પ્રાપ્ત કરી ભવ્ય પુરૂષ સમ્યકત્વ સહિત નિર્મલ બાર વ્રત રૂપ શ્રાવકધર્મને પ્રાપ્ત કરી મોક્ષપદના અધિકાીિ થઈ શકે છે.
એકંદર આ ગ્રંથ ગૃહસ્થ શ્રાવક જીવનના માર્ગદર્શક તરીકે બહુ ઉપયોગી છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં જેટલું ધારીએ તેટલું કહી શકાય તેમ છે. ગ્રંથની