________________
सप्तविंशगुणविवरण.
Sલાશન કn
BEAR
A F_LISH I
UPER
trbidi=BE
વે માર્ગનુસારીના પત્રિશ ગુણ પૈકી છવીસમા ગુણનું વિવરણ પુરૂં કરી ક્રમથી પ્રાપ્ત થએલ “વિશેષ જાણવા
રૂપ” સતાવીમાં ગુણને પ્રારંભ કરે છે. વિપજ્ઞ–એટલે વસ્તુ તથા અવસ્તુના, કાર્ય અને અકાર્યના, પિતાના અથવા પરના વિશેષને અર્થાત આંતરને જે જાણે છે, એટલે નિશ્ચય કરી શકે છે તે વિશેષજ્ઞ કહેવાય છે. જે પુરૂષ વિશેષજ્ઞ નથી તે પુરૂષ ખરેખર પશુથી વધી જ નથી. અથવા તો બીજી રીતે પોતાના આત્માનેજ ગુણ દોષથી ઉપર ચઢવા રૂપ વિશેષને જે જાણે તેને વિશેષજ્ઞ કહેવાય છે. તેને માટે કહ્યું છે. કે–
"प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः किन्तु मे पशुभिस्तुल्यं किन्तु सत्पुरुषैरिति॥१॥"
શબ્દાર્થ –-પુરૂષ પિતાનું કર્તવ્ય હમેશા જોયા કરે કે શું મહાકું ચરિત્ર પશુના જેવું છે કે પુરૂષના જેવું છે? તો વળી કહ્યું છે કે" जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा अगुणेसु य न हु खलिओ कह सो अ करिज्ज अप्पहियं ॥२॥"।
શબ્દાર્થ_આજે કેટલા ગુણ ઉપાર્જન કર્યા એવી સંકળના જે પુરૂષ હમેશાં કરતો નથી. અને અવગુણ મેળવવામાં ઉઘુકત હોય છે, તે પુરૂષ પોતાનું આત્મહિત કેવી રીતે કરી શકે? . ૨” વળી કહ્યું છે કે
" वत्थूणं गुणदोसे लक्खेइ अपक्खवायभावेण । पाएण विसेसन्नू उत्तम धम्मारिहो तेण ॥३॥"