________________
ત્રવિશગુણવર્ણન.
૧૬૯ શબ્દાર્થ–ઉપકાર કરવામાં સમર્થ એવા પુરૂષની આગળ કાર્ય કરાવવાને આતુર થએલે પુરૂષ ઉભો રહી જે પીડાને કહે છે તે પીડાને કૃપણ વાણીથી કહેતા નથી. ૨.
એ શ્લોકના અને વિચાર કરી વિદ્યાધર મંત્રીએ વિચાર કર્યો કે, આ મહાન્ પુરૂષ મહારી પાસે આવ્યું છે અને જયંતચંદ્ર રાજા અહીંથી પાછા ફરે એમ એ ઈચ્છે છે તેમજ દંડ પણ આપવાને ઈચ્છતું નથી. વળી આ ભાર
હારા ઉપરજ આરેપણ કરે છે તે કારણથી આ કુમારદેવ મંત્રીને વ્યસન-કણરૂપ સમુદ્રમાંથી વિસ્તાર કરવો જોઈએ. કહ્યું છે કે –જે પુરૂષને આશ્રય લઈ સવ પ્રાણીઓ નિર્ભયતાથી સુઈ રહે છે, તેજ પુરૂષ લોકને વિષે પુરૂષ કહેવાય છે અને તેજ પુરૂષ આ લેકમાં પ્રશંસાને પ્રાપ્ત થાય છે. એમ વિચાર કરી તે પછી કુમારદેવ મંત્રીને કહ્યું કે, તમે ભય રાખશે નહીં.તેમજ દંડ પણ આપશે નહીં. પ્રાતઃકાળે અમારૂં સૈન્ય-લશ્કર આ સ્થાનમાં રહેશે નહીં. તેથી તમે પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જાવ. આ પ્રમાણે કહી તેને સત્કાર કરી વિદાય કર્યો પછી કુમારદેવ મંત્રી પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. વિદ્યાધર મંત્રીએ પણ જયંતચંદ્ર પાસે જઈ કહ્યું કે હે રાજેન્દ્ર? આજે આપણે અઢાર દિવસે વ્યતીત થઈ ગયા. કુમારદેવે પોતાની જાતે આવીને અઢાર લાખ સુવર્ણ દંડના સ્થાનમાં આપી ગયા છે. તેથી તેમને અભય આપે. આ૫ પ્રસન્ન થાય અને આપ પિતાના સ્થાન પ્રત્યે પધારે. તેમને કિલે લેવે મુસીબત ભરેલું છે. આ પ્રમાણે શ્રવણ કરી, કાશીપતિ યંતચંદ્ર તત્કાળ રાત્રિને વિષેજ પ્રયાણું કર્યું. આ વાત સાંભળી લક્ષણાવતીને રાજા ખુશી થયે. તેણે પોતાના મંત્રી કુમારદેવને પુછયું કે, જયંતચંદ્ર કેમ ચાલે ગયે ? મંત્રીએ જવાબ આપ્યો કે તમને યુદ્ધ કરવામાં તત્પર થયેલા સાંભળી ભયભીત થએલો તે પાછા ચાલ્યા ગયે. અનુક્રમે કાશી અધિપતિ કાશીની નજીક પ્રાપ્ત થયે તે વખતે જયંતચંદ્ર મંત્રીને આદેશ કર્યો કે લક્ષણાવતી નગરીના સ્વામીએ આપેલું દંડ સંબંધી સુવર્ણ યાચકને આપી દે, જેથી મહારા યશની વૃદ્ધિ થાય. વિદ્યાધર મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે કુમારદેવ મંત્રીએ એકજ રત્ન આપેલું છે તેથી તેનું સુવર્ણ એકદમ કેવી રીતે થઈ શકે? રાજાએ કહ્યું કે જે એમ છે તે તે રત્ન મને બતાવે. પછી મંત્રીએ રાજાને પત્રિકામાં લખેલે કલેક બતાવ્યું અને કુમારદેવ મંત્રીના આગમન વિગેરેને વૃત્તાંત કહી સંભળાવ્યું. એ વૃત્તાંતને જાણી જયંતચંદ્ર રાજાએ કહ્યું કે, હે મંત્રી? વિદ્યાધર? આ પત્રિકા તે વખતે મને કેમ ન બતાવી? જેથી આપણે તેની ઉપર મહેટી કૃપા કરત. પછી જયંતચંદ્ર રાજાએ અઢાર લાખ સુવર્ણ યાચક વર્ગને આપ્યું અને અઢાર લાખ સુવર્ણ લક્ષણસેન રાજાને તથા આહાર લાખ સુવર્ણ કુમારદેવ મંત્રીને મેકલી
२२