________________
૧૭
એકે નવિંશ ગુણ વર્ણન. - શબ્દાર્થ પુરૂષને ઐક્યતારૂપ સમુદાય છે તેજ કલ્યાણકારી છે તેમાં પણ પિતાના પક્ષમાં તો સંહતિ-વિશેષપણે શ્રેયષ્કર છે, જેમ ત્વચા (તરા) થી ભણ થએલા દુલ (ચાખાઓ) અંકુરિત થતા નથી, તેવી જ રીતે સહતિ-સમુદાયથી ભ્રષ્ટ થએલા પુરૂષે ઉન્નતિને પ્રાપ્ત થતા નથી. ૭
' ભાવાર્થ-વળી પિતાના આત્મહિતની અભિલાષા રાખનાર પુરૂએ કારણિક પુરૂષની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરે નહિ તે હવામીની સાથે દ્રવ્યને વહિવટ કેમ થાય? વ્યાખ્યા-પિતાના હિતને ઈચ્છનાર પુરૂષએ લક્ષમી બેયના, રાજાના, દેવના અને ધર્મના અધિકારી વર્ગની સાથે તથા તેમનાથી આજીવિકા કરનાર અન્ય પુરૂષની સાથે પણ અર્થ સંબંધી-દ્રવ્ય સંબંધી વહિવટ કદિપણ કરો નહિ. કારણકે તે પુરૂ દ્રવ્યને ગ્રહણ કરતી વખતે ખરેખર કૃત્રિમ આલાપ વિગેરેથી પ્રસન્નતાને દર્શાવે છે. પરંતુ જ્યારે તે દ્રવ્ય પાછું લેવાનો વખત આવે, ત્યારે પિતાના આવેલા દ્રવ્યની ઉઘરાણી કરાએલા તે પુરૂષે પોતાના તિલના તુષ જેટલા ઉપકારને પ્રગટ કરી તે જ વખતે દાક્ષિણ્યતાને ત્યાગ કરે છે. તેથી નાગરિકે એ અધિકારી વર્ગની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરતાં વિચાર કરે. કારણ કે તેમ ની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરવામાં લક્ષમીને વિનાશ અને પરિણામે તેમની સાથે વૈર અને વિરોધ થવાને પ્રસંગ આવી પડે છે. માટે નાગરિકે એ વિચાર કરી તેમની સાથે વર્તન કરવું. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાને પ્રસંગ આવે નહિ. કહ્યું છે કે –
द्विजन्मनःक्षमामातु, षःप्रीतिः पण स्त्रियः। नियोगिनश्च दाक्षिण्यमरिष्टानां चतुष्टयम् । ७ શબ્દાર્થ-બ્રાહ્મણની સાથે ક્ષમા, માતાની સાથે દ્વેષ, વેશ્યાની સાથે પ્રીતિ અને અધિકારી વર્ગની સાથે દક્ષિયતા રાખવી એ ચાર અશુભનાં કારણ છે. ૮
- ભાવાથ-વળી પ્રભુની સાથે તે વિશેષપણે દ્રવ્ય સંબંધી લેવડદેવડ કરવિજ નહીં. કારણ કે તેમની સત્તા નીચે રહી દ્રવ્ય પાછું મેળવવું તે દૂર રહ્યું પરંતુ પિતાના જાનમાલને પણ નાશ થવાને વખત આવે છે તેથી નાગરિકોએ દ્રવ્ય વ્યવહારમાં વિચાર પુરસ્સર પ્રવર્તન કરવું જોઈએ.
ઉપર જણાવ્યા પ્રમાણે નાગરિક પ્રત્યેના ઉચિત આચરણને સમાપ્ત કરતાં પરતીર્થિક સંબંધી ઉચિત આચરણ કહે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાયે કરી નાગરિકની પરસ્પર ઉચિત આચરણનું શાસ્ત્રાનુસાર વર્ણન કર્યું. હવે પરતીથિક પ્રત્યેનું ઉચિત આચરણ કાંઈક સક્ષેપથી