________________
દ્વાદશ ગુણ વર્ણન.
૧૨૭ વળી લક્ષમી પુણ્યને અનુસારે પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય કરી કદી આવક થે હોય તે પણ ઘરના ખરચમાં સંકેચ કરી પુણ્ય કમમાં ખરચ કરેજ જોઈએ. કારણ થડે પણ પુણ્ય કમમાં ખરચ કરવામાં આવ્યું હોય તે તે કાળે કરી એક કેડ દ્રવ્ય જેટલો થાય. જેમ શ્રી તેજપાલ મંત્રિના ઘર દેરાસરમાં ત્રણ વર્ષના પુણ્ય કાર્યને ખરચ છત્રીસ હજાર રૂપિયા પ્રમાણ થયે હતું, તે દ્રવ્યથી મંત્રીએ બાઉલૂ ગામમાં જિનમંદિર કરાવ્યું હતું.
હવે ગ્રંથકાર બારમા ગુણની સમાપ્તિ કરતાં દ્રવ્યના પ્રમાણમાં વ્યયકરનાર ગૃહસ્થને શું ફળ થાય છે તે બતાવે છે –
एवं गृहस्थों विनवानुरूपं, व्ययं वितन्वन् बनतेप्रतिष्ठाम्। यशांसि पुण्यं सुखसंपदश्च, धर्मार्थकामानिमतोरुसिद्धम् ॥८॥
શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે વૈભવને અનુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુષ્ય, સુખ અને સંપત્તિને મેળવે છે. તથા ધર્મ, અર્થ અને કામને અભિમત મહટી સિદ્ધિને પણ મેળવે છે. ૮ ફતિ તવા ગુણ સમાસ