________________
૧૧૮
શ્રાદ્ધ ગુણ વિવરણ.
चत्वारो धनदायादा, धर्मचौर्याग्निनूनृतः ।
માનિ પુત, સ્થળે વલાદનમ્ ” તે રૂ શબ્દાર્થ_નિધન પુરૂષ આવકમાંથી બે ભાગ નિધાનમાં સ્થાપન કરે અને ચોથે ભાગ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વેપારમાં રેકે, તેમજ ચેથે ભાગ ધર્મ તથા પિતાને ઉપભેગમાં ખર્ચ અને એથે ભાગ પિષ્ય વર્ગના પિષણમાં ખર્ચે ૧. ધનવાન પુરૂષોને તે ખર્ચ કરવાને વિભાગ આ પ્રમાણે છે. ધનવાન પુરૂષ આવકમાંથી અડધો અડધ અથવા તે આવથી અધિક ધર્મમાં વિનિગ કરે (ખરચે ) પછી શેષ રહેલા દ્રવ્યથી આ લેક સંબંધી બાકીનાં તુચ્છ કાર્યો યતનાથી કરે છે ૨ વળી કહ્યું છે કે ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર દ્રવ્યના ભાગીદારે છે. તેમાંથી મટાભાગીદાર ધર્મનું અપમાન થએ તે પુરૂષના ધનને ચાર, અગ્નિ અને રાજા આ ત્રણ ભાગીદારે બલાકારે હરણ કરી લે છે. ૩
ભાવાર્થ “વિમાનિ જે દરેક ધર્મીષ્ટ અથવા સુખી થવાની ઈચ્છાવાળા સામાન્ય પુરૂષે પિતાની આવકના ચાર ભાગ કરવા જોઈએ અને તેમાંથી ચતુર્થેશ ધર્મના ઉપગમાં વાપરવું, કારણ કે ધન પ્રાપ્તિ હમેશાં ધર્મથી થાય છે. માટે જે ધર્મથી ધનની પ્રાપ્તિ થઈ છે તેવા ધર્મને સર્વથી મુખ્ય ગણી સામાન્ય પક્ષ વાળા પુરૂષે પણ આયતમાંથી ઓછામાં ઓછો ચતુથાશ ધર્મ કાર્યમાં વ્યય કરવા ચુકવું નહીં.
આવકના ચેથે ભાગ વેપારમાં રોકવે તથા એ ભાગ સાચવી રાખવે. અને ચોથા ભાગથી સ્વજન વર્ગનું પિષણ કરવું આવી રીતે જે વર્તન કરવામાં આવે તે ચિત્તની સમાધીન ભંગ થવાને પ્રસંગ કઈ પણ વખતે ઘણું કરીને આવતું નથી. અને વ્યવહાર સારી રીતે ચલાવી શકાય છે. કેટલીએક વખત આવકને વિચાર કર્યા શિવાય ખરચ કરવામાં આવે છે, અને તેથી થએલી દ્રવ્યની હાનીવડે સારાં કુટુંબ પણ છિન્નભિન્ન થએલાં જઈએ છીએ. સામાન્ય લેકે આવકના પ્રમાણુથી અધિક ખરચ કરે, અને તેથી તેમની અવસ્થા શોચનીય થાય તેમાં કાંઈ નવાઈ નથી. રાજાઓ પણ પોતાના રાજ્યની આવક ઉપર ધ્યાન આપ્યા શિવાય પેતાની કીર્તિ જાહેરમાં લાવવા પિતાના ગજા ઉપરાંત દાનાદિકમાં લક્ષ્મીને વ્યય કરી પિતાનાં રાજ્યને ગુમાવી દે છે, એમ ઘણાં ઉદાહરણે શાસ્ત્ર દષ્ટિથી તથા ઈતિહાસિક નજરે જોતાં માલમ પડે છે, માટે આવકને અનુસારે ખરચ કરવામાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવર્તિ કરવી.
ઉપર જણાવેલી બીના સામાન્ય ધન વાલા માટે બતાવી છે પણ જેની પાસે વિશેષ સમૃદ્ધિ હોય અને આવકનું સારૂં સાધન હોય તેને તે આવકમાંથી અડધે અડધ ધન ધર્મમાં વ્યય કરવું જોઈએ. કારણકે ભવિષ્યની આપત્તિના બચાવ માટે