________________
૭૦.
શ્રાદ્ધ ગુણ વિવરણ અને મોટા આરંભ તથા પરિગ્રહવાળા જ નરકને વિષે ઉત્પન્ન થાય છે.” બીજી કઈ રીતે નિર્વાહ થઈ શક્ત હોય તે પાપથી ભય રાખનાર પુરૂષે માંસાદિના ઉપલક્ષણથી બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું ભક્ષણ, તેને વેપાર અને પંદર કર્માદાનને પણ વિમળ શ્રેણીની પેઠે ત્યાગ કર જોઈએ. તેમજ ગૃહસ્થાએ હમેશાં પાપથી ભય રાખનાર થવું જોઈએ, કારણ કે પાપભીરુ પુરૂષને વિમળની પિઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે –
કુશસ્થળ નામે નગરમાં વિમળ અને સહદેવ નામે કેઈ એક શેઠના પુત્ર રહેતા હતા. તેમાં વિમળ પાપભીરુ હતા, અને સહદેવ તેનાથી વિપરીત સ્વભાવવાળે હતું. તે બન્ને ભાઈઓએ ગુરૂ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. એક વખત બને ભાઈઓ વેપાર માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં મુસાફરોએ વિમળને રસ્તે પુછયે. વિમળે કહ્યું કે “હું જાણુતે નથી? અનુક્રમે બીજા વેપારીઓ શ્રાવસ્તી નગરીમાં ઘણો લાભ સાંભળી તે તરફ ગયા. પણ વિમળ શ્રેણી માર્ગમાં ઘણું સૂક્ષમ દેડકીઓ જેવાથી શ્રાવસ્તી તરફ ન જતાં કનકપુર તરફ ચાલ્યા. રસ્તામાં જતાં એક ગામમાં ગાળી, મીણ, મધ, લૂણ અને જુના તલ વિગેરે પાપકારી વસ્તુઓ સસ્તી મળતી હતી પરંતુ પાપથી ભય પામેલા વિમળ ગ્રહણ કરી નહીં. કેટલાએક ગામડીઆ માખણ તાવી ઘી આપતા હતા, પણ વિમળ ગ્રહણ કર્યું નહીં, પરંતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છાવાળે સહદેવ ન્હાનું આપતું હતું, પણ વિમળે તેમ થવા દીધું નહીં. વળી આગળ ચાલતાં એક ગામમાં માછી લેકેએ જાળ બનાવવા માટે સુતર માગ્યું. સહદેવ તે આપવાને ઉત્સાહવાળે થયે, પણ વિમળે આપવા દીધું નહીં. અનુક્રમે બન્ને ભાઈઓ કનકપુર પહોંચ્યા. ત્યાં રસેઈ વખતે કે વેપારીઓ અગ્નિ માગે, પણ વિમળે તે આપે નહીં. તે જોઈ કેઇ દેવે વેપારીનું રૂપ કરી પરીક્ષા કરવા માટે અગ્નિ માગે, પણ તેણે અગ્નિ નહીં આપવાથી કોપયુત થયેલે તે દેવ રાક્ષસરૂપ ધારણ કરી ભય પમાડવા લાગ્યું, પણ વિમળ ભય પામે નહીં. પછી રાક્ષસે કહ્યું કે “અરે ! જે તું મને અગ્નિ આપે તે હું તને છોડી દઉં.” વિમળે કહ્યું કે “હે રાક્ષસ ! અગ્નિ ચારે તરફના મુખવાળું શસ્ત્ર છે તેથી શ્રાવક તેને આપતા નથી” જે કારણથી કહેલું છે કે, “પાપથી ભય રાખનાર શ્રાવકેએ કદી પણ મધ, મદિરા, માંસ, ઔષધ. મૂળીયાં, શસ્ત્ર, અગ્નિ, યંત્ર અને મંત્ર વિગેરે આપવાં નહીં. વળી “શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણ, કાષ્ટ, મંત્ર, મૂળ અને અષધિ શ્રાવક આપે અને અપાવે પણ નહીં. કહ્યુ છે કે – 1