________________
પ્રકાશકીય
જૈનશાસનમાં વિશ્વનું દર્શન કરાવતા પૂર્વાચાર્યોના અનેક ગ્રંથો છે. આમાં બૃહત્સંગ્રહણિ તથા સંગ્રહણિ સૂત્ર, આ બે સૂત્રોમાં ચારે ગતિના જીવોના આયુષ્ય, રહેવાના સ્થાનો, શરીરની અવગાહના, ઉપપાત તથા ચ્યવન વિરહકાળ, એક સમયે એક સાથે ઉપરાત તથા ચ્યવન સંખ્યા, ગતિ, આગતિ વગેરે દ્વારોનું સુંદર વર્ણન કર્યું છે.
બૃહત્સંગ્રહણિની ૩૬૭ મૂળગાથાઓ છે, તેમજ શ્રી સંગ્રહણિસૂત્રની ૩૧૯ મૂળગાથાઓ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી રચિત બૃહત્સંગ્રહણિ સૂત્ર પર શ્રી મલયગિરિ મહારાજની ટીકા છે. શ્રી શ્રીચન્દ્રસૂરિજી રચિત શ્રી સંગ્રહણિસૂત્ર પર શ્રીદેવભદ્રસૂરિજી મહારાજની ટીકાછે.
આ બન્ને ટીકાઓના આધારે પદાર્થોનો સંગ્રહ તથા બન્ને સૂત્રોની મૂળગાથાઓ અનુવાદ સહ અમે પદાર્થપ્રકાશ ભાગ-૮ રૂપે પૂર્વે પ્રકાશિત કરેલ છે.
આ પુસ્તકમાં અમે સંગ્રહણિસૂત્રની મૂળગાથાઓ ગુજરાતી તથા અંગ્રેજી અનુવાદ સાથે પ્રકાશિત કરીએ છીએ.આજની નવી પેઢીમાં મોટાભાગનો વર્ગ એવો છે કે જેણે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લીધું હોવાથી ગુજરાતી ભાષા સમજી શકતો નથી. તેઓને લક્ષમાં લઇ અંગ્રેજી અનુવાદ કરેલ છે. મૂળગાથા તેમજ અનુવાદમાં બધું આવી જ જાય છે તેમ છતા પદાર્થોનું વિસ્તૃત જ્ઞાન મેળવવા ઇચ્છનારે પદાર્થપ્રકાશ ભાગ-૮ જોઈ લેવા વિનંતી.