________________
સામગ્નણં ચઉવિહસુરેસ, બારસ મહત્ત ઉક્કોસો ઉવવાયવિરહકાલો, અહ ભવાઈસ પતેય I૧૪રા
સામાન્યથી ચારે પ્રકારના દેવોમાં ઉપપાતવિરહકાળ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત છે. હવે ભવનપતિ વગેરે દરેકનો ઉપપાતવિરહકાળ કહીશ (૧૪૨)
The general maximum time of upapāta viraha of deities is 12 muhurtās (muhurta = 48 minutes) 142 ભવણવણજોઈસોહમ્મી-સાણેસુ મુહુત ચઉવીસ ! તો નવદિણ વીસ મુહુ, બારસ દિણ દસ મુહુત્તા /૧૪૩ બાવીસ સઢ દિયહા, પણયાલ અસીઈ દિણ સયં તત્તો ! સંખિજા દુસુ માસા, દુસુ વાસા તિસુ તિગેસુ કમા ૧૪૪ વાસાણ સયા સહસ્સા, લક્ષ્મ તહ ચઉસુ વિજયમાઈસુ. પલિયા અસંખભાગો, સવઢે સંખભાગો ય ૧૪પા
ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ, સૌધર્મ, ઇશાનમાં ૨૪ મુહૂર્ત, પછી (સનકુમારમાં) ૯ દિવસ ૨૦ મુહૂર્ત, (માહેન્દ્રમાં) ૧૨ દિવસ ૧૦મુહૂર્ત, (બ્રહ્મલોકમાં) સાડા બાવીસ દિવસ, (લાંતકમાં) ૪પ દિવસ, (મહાશુક્રમાં) ૮૦ દિવસ, (સહસ્રારમાં) ૧૦૦ દિવસ, પછી બેમાં સંખ્યાતા માસ, બેમાં સંખ્યાતા વર્ષ, ત્રણ ત્રિકમાં ક્રમશઃ સંખ્યાતા સો વર્ષ, સંખ્યાતા હજાર વર્ષ અને સંખ્યાતા લાખ વર્ષ, અને વિજય વગેરે ચારમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ (ઉપપાતવિરહકાળ છે). (૧૪૩, ૧૪૮, ૧૪૫)