________________
૮૧
आगमप्रतिपक्षनिराकरणम् __एवं श्रीकल्पवृत्तिश्रीआचाराङ्गवृत्त्यनुसारेण पञ्चानामप्येकाक्षाणां मुहूर्तप्रमाणमेवायुरित्येतद्व्यभिचरति, तथा श्रीसङ्ग्रहिण्याम् सण्हा य सुद्धवालुअ मणोसिला सक्करा य खरपुढवी । इग बारस चउदस सोलऽट्ठार बावीससमसहसा ||१।। इत्येतद्गाथाव्याख्यायां श्लक्ष्णा महस्थल्यादिगता पृथ्वी, तस्या उत्कर्षत एकशरत्सहस्रमायुरित्युक्तम् । तथा मनःशिला आकरे समुत्पद्यते। तस्याश्च षोडशवर्षसहस्राणि इति । ते च अरिहन्तसमयबायरविज्जूथणिआ बलाहया अगणी आगर निहि नइ उवराग निग्गमे वुट्ठिवयणं च ।।१।। अनया गाथया मनुष्यक्षेत्राद्बहिर्निषिद्धाः ।
આ રીતે શ્રીકલ્પવૃત્તિ, શ્રી આચારાંગવૃત્તિને અનુસારે પાંચે ય એકેન્દ્રિયોને મુહૂર્તપ્રમાણ જ આયુષ્ય હોય છે, એ અનેકાત્તિક ઠરે છે. (એટલું જ આયુષ્ય હોય એવો નિયમ નથી.) તથા શ્રીસંગ્રહણીમાં કહ્યું છે – શ્લષ્ણા, શુદ્ધ, વાલુકા, મણશિલા, શર્કરા, ખર પૃથ્વી એક, બાર, ચૌદ, સોળ, અઢાર, બાવીસ, હજાર વર્ષ. (૨૮૪મી ગાથા.) આ ગાથાની વ્યાખ્યામાં લણા = મહસ્થલી (મોટું રણ?) વગેરેમાં રહેલી પૃથ્વી, તેનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ છે એમ કહ્યું છે. તથા મણશિલ ખાણમાં ઉત્પન્ન થાય છે. તેનું આયુષ્ય સોળ હજાર વર્ષ છે. ખાણો મનુષ્યક્ષેત્રની બહાર હોતી નથી. કારણકે અરિહંત સમય બાદર વીજળી ગડગડાટ વાદળા અગ્નિ ખાણ નિધાન નદી ગ્રહણ નિર્ગમ વૃષ્ટિ વચન - (રત્નસંચય ૩૯૦) આ ગાથાથી તેમનો નિષેધ કર્યો છે.