________________
७०
आगमोपनिषद् तत्र चेत्सबीजयोगं विना सर्वं वृथैव स्यात्तर्हि तत्सहितानि किं न प्रोक्तान्येकोनविंशतिस्थानानि पूर्वगतयतिवराचारसारकोशभूते श्रीदशवैकालिके ?
તેમાં જો સબજિયોગ વિના બધુ ફોગટ જ થાય, તો પછી પૂર્વેમાં કહેલા મુનિવરના આચારોના કોષરૂપ શ્રીદશવૈકાલિકસૂત્રમાં તેની સહિત ૧૯ સ્થાનો જ કેમ ન કહ્યા?
तथान्तिमः श्रुतकेवली नियुक्तीर्विदधाति । तासु पुनः पूर्वगतं प्रक्षिपति श्रीमज्जैनशासनरहस्यम् । तासु पुनः श्रीमदावश्यकनियुक्तौ साधुश्राद्धानुष्ठेयाचार: श्रीसम्यग्दर्शना-दारभ्य प्रतिमायोगान्तः समस्तोऽपि निगदितः, न पुनः सबीजयोगनामापि । तेन तं विना न भवेत्सम्यग्दर्शनादीति कल्पनामात्रमेव प्रतिभाति, सम्यग्दर्शनदेशसर्वसंयमानां जीवपरिणामविशेषनिर्वय॑त्वात् ।
તથા ચરમ શ્રુતકેવલી નિર્યુક્તિઓની રચના કરે છે. તેમાં શ્રી જૈનશાસનના રહસ્યરૂપ પૂર્વગત શ્રતનો પ્રક્ષેપ કરે છે. તેમાં શ્રી આવશ્યકનિયુક્તિમાં સાધુ અને શ્રાવકે કરવા યોગ્ય શ્રી સમ્યગ્દર્શનથી માંડીને પ્રતિમાયોગ સુધીનો બધો ય આચાર કહ્યો છે. પણ સબજિયોગનું તો નામ પણ કહ્યું નથી. માટે તેના વિના સમ્યગ્દર્શન વગેરે ન થાય એ કલ્પનામાત્ર જ લાગે છે. કારણ કે સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ (નિશ્ચયથી તો) જીવના પરિણામ વિશેષથી થાય છે.
अत्र बहु वक्तव्यम् । अन्येषामप्येतत्शास्त्रा-भासोक्ताचाराणां श्रीमदावश्यकनिर्युक्तावभणनात्कार्या विचारणा ||१०४।। .