________________
आगमप्रतिपक्षनिराकरणम्
२३
હોય, સાથે તેમનો પરિવાર પણ હોય, ત્યાંથી પસાર થતા મહાત્માને તે વ્યસ્ત અવરજવરમાં વ્યાઘાત થાય. અથડાઈ જવાનો, પડી જવાનો, ઘાયલ થવાનો ભય રહે. વળી તેવા ટ્રાફિકમાં પસાર થતા અનેકગણો સમય જતો રહે, તેનાથી સ્વાધ્યાય આદિનો વ્યાઘાત થાય.
(૨) રાજમહેલમાં ઘણું અન્ન વગેરે મળે. તેથી તેમાં લોભનો ભાવ જાગે. એષણા સમિતિની વિરાધના થવાની પણ સંભાવના રહે.
(૩) રાજમહેલમાં સુંદર હાથી, ઘોડા, સ્ત્રી, પુરુષ વગેરેના દર્શન થવાથી સંગ-આસક્તિ થાય. તેનાથી અનુપયોગદશામાં કોઇની અડફેટમાં આવી જવા આદિથી આત્મવિરાધના થાય. ઇર્યાસમિતિનો ભંગ થવાથી સંયમ વિરાધના પણ થાય.
(૪) રાજાને 'જાસૂસ' વગેરેની શંકાથી કુલ-ગણ-સંઘ વગેરેને પણ ઉપઘાત થાય.
(૫) રાજાનું દાન લેવું એ સ્મૃતિ આદિમાં નિંદિત કહ્યું છે. માટે મહાત્મા એ દાન લે તો લોકો નિંદા કરે.
ઉપરોક્ત દોષો મધ્યમ (૨૨) જિનોના મહાત્માને લાગતા નથી. કારણ કે તેઓ અપ્રમત્ત છે. તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે, તેથી તેઓ એ દોષોનો પરિહાર કરવા સમર્થ હોય છે. પ્રથમ જિનના સાધુઓ ઋજુ-જડ હોવાથી અને અંતિમ જિનના સાધુઓ વક્ર-જડ હોવાથી તેઓને એ દોષો લાગે છે.
વિવક્ષિત ગ્રંથમાં ઉપરોક્ત ગાથા વિરોધિ કારણ રજુ કર્યું