________________
आगमप्रतिपक्षनिराकरणम्
१५
तथा तिरश्चां सर्वचारित्रे श्रीमदागमे निषिद्धे सति तद्विनापि सर्वार्थसिद्धिगमनं प्रोक्तम्, तदपि श्रीमदागमविरुद्धम् ।।१९।। તથા શ્રીઆગમમાં તિર્યંચોના સર્વચારિત્રનો નિષેધ કર્યો છે, તેના વિના પણ સર્વાર્થસિદ્ધિગમન કહ્યું છે, તે શ્રીઆગમથી વિરુદ્ધ છે. ૧૯
તિર્યંચો ઉત્કૃષ્ટથી દેશવિરત જ હોય છે. મણિયારનો જીવ દેડકો થાય છે અને અંત સમયે સર્વપ્રાણાતિપાત આદિના પચ્ચક્ખાણ કરે છે. (જ્ઞાતાધર્મકથા શ્રુતસ્કંધ-૧, અધ્યયન૧૩). આ પ્રસંગે ટીકાકારશ્રીએ સમાધાન કર્યું છે - તિરિયાળ चारित्तं निवारियं अह य तो पुणो तेसिं । सुव्वइ बहुयामं पि हु महव्वयारोहणं समए । न महव्वयसम्भावे वि चरणपरिणामसंभवो तेसिं । न बहुगुणाणं पि, जओ केवलસંમૂહરિનામો ।। તિર્યંચોને ચારિત્ર હોતું નથી એવું સિદ્ધાન્તમાં કહ્યું છે. પણ સિદ્ધાન્તમાં એવું સંભળાય છે કે ઘણા તિર્યંચોએ મહાવ્રતગ્રહણ કર્યું હતું. પણ તિર્યંચો મહાવ્રતોનું ગ્રહણ કરે, તો ય તેમને ચારિત્રનો પરિણામ થવો સંભવિત નથી. તથા બહુ ગુણો પ્રાપ્ત થવા પણ સંભવિત નથી. કારણ કે એ તો માત્ર સંભૂતિ પરિણામ (= વિશિષ્ટ દેશવિરતિ પરિણામ ?) છે.
માટે તિર્યંચો ઉત્કૃષ્ટથી તથાભવસ્વભાવે આઠમા દેવલોક સુધી જ જઇ શકે છે. વળી સર્વવિરતિ વિના ત્રૈવેયક-અનુત્તર દેવલોકની પ્રાપ્તિ શક્ય જ નથી. માટે 'તિર્યંચો સર્વાર્થસિદ્ધમાં જઇ શકે' આ વચન આગમવિરુદ્ધ છે. ૧૯॥