________________
आगमप्रतिपक्षनिराकरणम्
१९५
તથા - શસ્ત્ર પરિણત (એવી પૃથ્વી વગેરે) સિવાય (પૃથ્વી આદિ સચિત્ત છે.) - (દશવૈકાલિક અધ્યયન - ૪). અહીં 'શસ્ત્ર પરિણત પૃથ્વીકાયિક વગેરેની સિવાય' અહીં 'અન્યત્ર' - શબ્દની વ્યાખ્યાને બરાબર જાણ્યા વિના 'અન્યમાં રહેલું શસ્ત્ર પરિણત થતાં' – એમ જે અન્ય રીતે તેની વ્યાખ્યા કરી, એ પણ સૂચવે છે, કે આ ગ્રંથ આધુનિક છે. ૧૮૫
तथा या एतदनुरागिभिस्तत्स्थापनाय कृता अनृता या हुण्डिकाः प्रकटीक्रियन्ते, ता अपि श्रुत्वा श्रुत्वैतत्कर्त्रा एतन्मध्ये यत्क्षिप्यन्ते, तदप्याधुनिकत्वव्यञ्जकमेतस्य ।।१९।।
તથા એના અનુરાગીઓ તેને સ્થાપવા માટે જે ખોટી હુંડીઓ પ્રગટ કરે છે, તેને પણ સાંભળી સાંભળીને આના કર્તા વડે આમાં મુકાય છે, તે પણ એના આધુનિકપણાને જણાવે છે. ।।૧૯।
तथा यदेतद्विरागिभिरेतदुत्थापनाय सूत्रानुसारिण्यो या हुण्डिकाः प्रोच्यन्ते, ता अपि केनचिद्युक्त्या भासेनोत्थापयितुं यदेतन्मध्येऽवतार्यन्त एतद्विधायकेन तदप्येतस्याधुनिकत्वपिशुनम् IITI
તથા જે વિરાગીઓ એને ઉત્થાપવા માટે સૂત્રાનુસારી જે હુંડીઓ કહે છે, તે પણ કોઈ કુયુક્તિથી ઉત્થાપવા માટે એના કર્તા દ્વારા એમાં સમાવવામાં આવે છે, તે પણ જણાવે છે કે આ શાસ્ત્ર આધુનિક છે. ૨૦ના
तथा यदा यात्राप्रस्तावः समभूत्तदा यात्रिकानां दानं