________________
आगमोपनिषद्
१८६
यत एतत्शास्त्रानुसारेणापि मनुष्यक्षेत्रबहिर्वर्तिक्षीराम्भोधिसत्कवारिजीवानामन्तर्मुहूर्तायुर्नियमेन न सम्भवति । किन्तु मध्यमायुष उत्कृष्टायुषोऽपि तोयजीवास्तत्र भवन्ति । तत्कथं तेषां चूर्णेन प्रासुकता स्यादिति ।। २१४ ।।
તથા - મનુષ્યક્ષેત્રની બહાર ક્ષીરસમુદ્ર છે, તેના પાણીથી દેવો શ્રીજિનજન્માભિષેક કરે છે. તેમાં જે કહેવાય છે કે તે બધું પાણી ચૂર્ણ નાખીને અચિત્ત કરાય છે, તે પણ વિરુદ્ધ છે. કારણ કે આ શાસ્ત્રને અનુસારે પણ મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ક્ષીરસમુદ્રના પાણીના જીવોનું અવશ્યપણે અંતર્મુહૂર્ત પ્રમાણ જ આયુષ્ય હોય, એવું સંભવતું નથી, પણ મધ્યમ અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપ્કાયના જીવો ત્યાં હોય છે. તો પછી તે પાણી ચૂર્ણથી અચિત્ત શી રીતે થઇ જાય ? ।।૨૧૪॥
तथाष्टप्रवचनमातर इत्यत्राष्टशब्दः प्रवचनमातृणां विशेषणं विद्यते । अत्र तु प्रवचनविशेषणतया यत्तद्व्याख्यानम्, तद् विरुद्धम् । अनुयोगद्वार-ऋषिभाषित-पाक्षिकसूत्रादीनां प्रवचनमध्ये सङ्ग्रहः कथं स्यात्तदष्टत्वनियमे ? ।।२१५ ।।
તથા 'અષ્ટ પ્રવચનમાતાઓ' અહીં 'અ' શબ્દ પ્રવચનમાતાઓનું વિશેષણ છે. આ શાસ્ત્રાભાસમાં તો 'પ્રવચન'ના વિશેષણ તરીકે અષ્ટ શબ્દ જણાવ્યો છે, તે વિરુદ્ધ છે. કારણકે જો પ્રવચન આઠ જ હોય, તો પછી અનુયોગદ્વાર - ઋષિભાષિત - પક્ષીસૂત્ર વગેરેનો પ્રવચનમાં સંગ્રહ શી રીતે થાય ? ।।૨૧૫/