________________
१२०
आगमोपनिषद् શકે, તો એ તેને ઘસડીને બહાર કાઢે તો ય દોષિત નથી. તેના તે રીતે ગૃહસ્થને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપતા, તેમને ઘણા પાપકારક એવા ઇન્દ્રિયાર્થાદિ સંબંધી (વૈષયિક) દોષોથી નિવારતા સાધુ પણ દોષિત નથી. રો
अथ कथयिष्यते श्रीमदर्हदा धर्मार्थं क्रियते, यत्र च हिंसा कथं धर्म इति ।
હવે જો એમ કહો કે શ્રી અરિહંતની પૂજા ધર્મ માટે કરાય છે, તો જ્યાં હિંસા છે, તેમાં ધર્મ શી રીતે હોઇ શકે ?
तदपि स्ववचसैव निरस्तं नवतत्त्वनिदानादिष्वेकेन्द्रियहिंसासाध्य एव श्रीमत्श्राद्धधर्म इति पुनः पुनर्भणनात्।
તે વાત પણ તમારા પોતાના જ વચનથી નિરાકૃત થઈ જાય છે. કારણ કે નવતત્ત્વ નિદાન વગેરેમાં તમે ફરી ફરી એમ કહ્યું છે કે શ્રાવકધર્મ એ એકેન્દ્રિયહિંસાથી જ આરાધી શકાય છે.
संघटादिजनितैव हिंसा तत्र गृह्यते, न पुनः प्राणान्तविधायिनीति चेत् ?
તેમાં સંઘદ્યા વગેરેથી થયેલી હિંસા જ સમજવાની છે, પ્રાણોનો અંત કરી દે એવી હિંસા નહીં - એવું જો કહેતા હો...
तर्हि सापि हिंसाशब्देन निगद्यते, तया साध्यश्च श्राद्धधर्मो नवतत्त्वनिदानादिषु निगदितस्तत्कथमुच्यते यत्र हिंसा तत्र
ઘર્મ? ત.